દિલ્હીમાં પીએમ મોદીને મળતા મુખ્યમંત્રી નાયબસિંહ સૈની
હરિયાણામાં ભાજપે જીતની હેટ્રિક લગાવ્યાના એક દિવસ પછી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની આજે પીએમ મોદીને મળ્યા હતા. મોદી સાથેની તેમની મુલાકાત અંગે હરિયાણાના મુખ્યમંત્રીએ કહ્યું કે, આ સૌજન્ય મુલાકાત હતી. મેં વડાપ્રધાન મોદીને હરિયાણામાં મળેલી જંગી જીત વિશે માહિતી આપી હતી. હરિયાણાના લોકો તેમને ખૂબ પ્રેમ કરે છે તેનું આ પરિણામ મળ્યું છે.
હરિયાણામાં સીએમ કોણ હશે તેવા સવાલ પર નાયબ સૈનીએ કહ્યું કે આ અંગેનો નિર્ણય અમારી સંસદીય બોર્ડ લેશે. વિધાયક પક્ષ તેના નેતાની પસંદગી કરશે, તેના પર નિર્ભર છે કે કોણ ચૂંટાશે અને કોણ નહીં. સંસદીય બોર્ડનો આદેશ માન્ય રહેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ જંગી જીતનો શ્રેય વડાપ્રધાન મોદીને જાય છે, જેમણે છેલ્લા 10 વર્ષમાં આવી નીતિઓ અને યોજનાઓ અમલમાં મૂકી છે, જેનો લાભ ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓને પણ મળી રહ્યો છે. મોદીજીની લોકપ્રિયતાના પરિણામે જ ભાજપ ત્રીજી વખત ભારે બહુમતી સાથે આવી છે. હું હરિયાણા ભાજપના તમામ કાર્યકરોનો પણ આભાર વ્યક્ત કરું છું. તેમની મહેનતના કારણે જ અમે ત્રીજી વખત સત્તામાં આવ્યા છીએ.