રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

IPL-2024ની પ્રથમ મેચમાં બેંગ્લોરને 6 વિકેટે હરાવી ચેન્નાઇની શાનદાર જીત

01:05 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

રોયલ ચેલેન્જર બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે આઇપીએલ 2024ની પ્રથમ મેચ રમાઇ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં ચેન્નાઇને 174 રનનો ટારગેટ મળ્યો હતો. જેના જવાબમાં ચેન્નાઇએ 18.4 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 176 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Advertisement

ચેન્નાઇ તરફથી ઓપનિંગ બેટિંગ કરવા ઉતરેતા ઋતુરાજ ગાયકવાડે 15 બોલમાં 15 રન બનાવ્યા હતા, જ્યારે સામા છેડે બેટિંગ કરી રહેલા રચિન રવિન્દ્રે 15 બોલમાં 37 રન ફટકાર્યા હતા. આ સાથે અજિંક્ય રહાણેએ 19 બોલમાં 27 રન અને મિશેલે 18 બોલમાં 22 રન ફટકાર્યા હતા. આ ઉપરાંત શિવન દુબે અને જાડેજાએ અનુક્રમે અણનમ 34 અને 25 રન ફટકાર્યા હતા. બેંગ્લોરની ટીમના કેમરુન ગ્રીને 2 વિકેટ લીધી હતી, આ સાથે યશ દયાલ અને કર્ણ શર્માએ 1-1 વિકેટ લીધી હતી. જ્યારે બેંગ્લોર તરફથી અનુઝ રાવતે 25 બોલ 48 પર રન ફટકાર્યા હતા. જ્યારે તેનો સાથ આપતા દિનેશ કાર્તિકે 26 બોલમાં 38 રન ફટકાર્યા હતા. આ સાથે વિરાટ કોહલીએ 20 બોલમાં 21 રન બનાવ્યા હતા. જ્યારે ફાક ડુ પ્લેસિસ 23 બોલમાં 35 રન ફટકાર્યા હતા. કેમરુન ગ્રીને 22 બોલમાં 18 રન બનાવ્યા હતા. રજત પાટિદાર અને ગ્લેન મેક્સવેલ ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યા હતા.

ચેન્નાઇ તરફથી બોલિંગ કરી રહેલા મુસ્તફિઝુર રહમાને ચાર વિકેટ ઝડપી હતી. આ સાથે દિપક ચહરે એક વિકેટ લીધી હતી. તુષાર દેશપાંડે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 47 રન આપ્યા હતા.

Tags :
Bangaloreindia newsIPLIPL-2024Sportssports news
Advertisement
Next Article
Advertisement