For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીંટીઓ, રત્નો વેચનારા ચાંગુર બાબા 100 કરોડના માલિક

05:58 PM Jul 07, 2025 IST | Bhumika
વીંટીઓ  રત્નો વેચનારા ચાંગુર બાબા 100 કરોડના માલિક

ગેરકાયદે ધર્માતરણનું નેટવર્ક ચલાવનારા જમાલુદ્દીનની ધરપકડ બાદ કરોડોની લેવડ-દેવડનો ખુલાસો: ઇડી તપાસમાં ઝંપલાવશે

Advertisement

ગેરકાયદેસર ધર્માંતરણનું નેટવર્ક ચલાવવાના આરોપસર ધરપકડ કરાયેલ ચાંગુર બાબા હવે 100 કરોડની મિલકતનો માલિક હોવાનું કહેવાય છે. અઝજ તપાસમાં ખુલાસો થયો છે કે ચાંગુર બાબા અને તેમની સંસ્થાઓ સાથે જોડાયેલા ખાતાઓમાં 100 કરોડ રૂૂપિયાથી વધુના વ્યવહારો થયા છે. ATSએ ચાંગુર બાબાના આ કૃત્યનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ઇડીને આપ્યો છે. હવે આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ કરી શકાય છે.

યુપીનો રહેવાસી જમાલુદ્દીન ઉર્ફે ચાંગુર બાબા એક એવું નામ છે જે થોડા વર્ષો પહેલા સુધી રસ્તાઓ પર વીંટીઓ અને રત્નો વેચતો હતો, પરંતુ હવે તે 100 કરોડની મિલકતનો માલિક હોવાનું કહેવાય છે. અઝજ તપાસમાં ખુલાસો થયો છે કે ચાંગુર બાબા અને તેમની સંસ્થાઓ સાથે જોડાયેલા ખાતાઓમાં 100 કરોડ રૂૂપિયાથી વધુના વ્યવહારો થયા છે.

Advertisement

ATSએ ચાંગુર બાબાના આ કૃત્યનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને ઇડીને આપ્યો છે. હવે આ કેસમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ થઈ શકે છે. આ એ જ ચાંગુર બાબા છે જેમને ગેરકાયદેસર ધર્માંતરણનું નેટવર્ક ચલાવવાના આરોપસર યુપી એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ચાંગુર બાબા, જે એક સમયે રત્નો અને વીંટીઓ વેચતો હતો, તે માત્ર 5-6 વર્ષમાં વૈભવી બંગલા, લક્ઝરી કાર અને ઘણી નકલી સંસ્થાઓનો માલિક બની ગયો હતો. માધપુર ગામનો બંગલો તેના નેટવર્કનો મુખ્ય આધાર હતો. જ્યાંથી તેનું આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું.

યુપી એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) અમિતાભ યશે જણાવ્યું હતું કે જમાલુદ્દીન બાબા અત્યાર સુધીમાં 40 થી 50 વખત ઇસ્લામિક દેશોની યાત્રા કરી ચૂક્યા છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેમણે બલરામપુરમાં ઘણી મિલકતો પણ ખરીદી છે. તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે અને યુપી એટીએસ તપાસ કરી રહી છે. હાલમાં, આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને એસટીએફનું કહેવું છે કે આ નેટવર્કની પહોંચ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે. વિદેશી ભંડોળ પ્રકાશમાં આવ્યું છે, ખાસ કરીને ગલ્ફ દેશોમાંથી, જેની તપાસ કરવામાં આવી રહી છે.

14 સહયોગીઓની શોધ, દેશભરમાં ફેલાયેલું નેટવર્ક
એટીએસ અને એસટીએફ ટીમો ચાંગુર બાબાના નેટવર્કના 14 મુખ્ય સહયોગીઓને શોધવામાં વ્યસ્ત છે. આમાં કથિત પત્રકારો અને અન્ય પ્રખ્યાત ચહેરાઓનો સમાવેશ થાય છે. જે નામોની શોધ થઈ રહી છે તેમાં મહેબૂબ, પિંકી હરિજન, હજીરા શંકર, પૈમન રિઝવી (કથિત પત્રકાર) અને સગીરનો સમાવેશ થાય છે. તેમની ધરપકડથી ગેંગના નેટવર્કના વધુ ઊંડા રહસ્યો ખુલી શકે છે. ગેંગના ઘણા સભ્યો આઝમગઢ, ઔરૈયા, સિદ્ધાર્થનગર જેવા જિલ્લાઓમાંથી છે અને તેમની સામે પહેલાથી જ એફઆઈઆર નોંધાઈ ચૂકી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement