ચંદ્રાબાબુની મુસ્લિમોને ખાતરીથી વકફ બિલ મુદ્દે NDA બેકફૂટ પર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે વિજયવાડામાં રાજ્ય સરકાર દ્વારા આયોજીત ઈફ્તાર પાર્ટીમાં વક્ફની મિલકતોની સુરક્ષા અને વંચિત મુસ્લિમ પરિવારોના ઉત્થાન માટે પોતાની સરકારની પ્રતિબદ્ધતા આપી હતી. રમજાનની શુભકામનાઓ આપતાં નાયડુએ મુસ્લિમ સમુદાયને ખાત્રી આપી કે તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) સરકારે હંમેશા વકફ મિલકતોનું રક્ષણ કર્યું છે, અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.
એ પછી રાજકીય ક્ષેત્રે વિવિધ અટકળો શરૂૂ થઈ ગઈ છે કે, શું ચંદ્રાબાબુ નાયડુ વક્ફ (સુધારા) બિલ 2024 પર કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધારશે કે કેમ ? હકીકતમાં ચંદ્રાબાબુની પાર્ટી ટીડીપી કેન્દ્રમાં એનડીએ સરકારનો મુખ્ય ઘટક પક્ષ છે.
લોકસભામાં વક્ફ બિલ પસાર કરવા માટે ભાજપને ટીડીપીના સમર્થનની જરૂૂર પડશે. અને જો તેમાં ટીડીપી સમર્થનમાં નહીં ઉભી રહે, તો ભાજપ માટે આ બિલ પસાર કરવું મુશ્કેલ થઈ શકે છે.
નાયડુએ સરકારી આદેશ-43 (ૠઘ 43) સંબંધિત વિવાદ વિશે પણ વાત કરી હતી. જેના હેઠળ કાયદાકીય વિવાદોને વકફ બોર્ડ નિષ્ક્રિય કરી દેવામાં આવ્યું હતું. નાયડુએ કહ્યું, જ્યારે ૠઘ 43 રજૂ કરવામાં આવ્યું ત્યારે બિનજરૂૂરી વિવાદ ઉભો થયો. જ્યારે આખો મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે વક્ફ બોર્ડની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જ્યારે અમારી સરકારે કાર્યભાર સંભાળ્યો, તો અમે આ આદેશ રદ્દ કરી લીધો અને વકફ મિલકતોનું રક્ષણ સુનિશ્ચિત કરીને બોર્ડનું પુનર્ગઠન કર્યું.