ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો હાથમાં લેવાનું બંધ કરે
બોમ્બે હાઈકોર્ટે મંગળવારે એક રિયલ એસ્ટેટ બિઝનેસમેન સામે મની લોન્ડરિંગની તપાસ અંધાધૂંધ રીતેથ શરૂૂ કરવા બદલ ઇડી પર 1 લાખ રૂૂપિયાનો દંડ ફટકાર્યો હતો. કડક ટિપ્પણી કરતા કોર્ટે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓએ કાયદાના દાયરામાં રહીને કામ કરવું જોઈએ.
ઇડી પર દંડ લાદતી વખતે, જસ્ટિસ મિલિંદ જાધવની સિંગલ બેંચે કહ્યું કે નાગરિકોને હેરાન ન થાય તેની ખાતરી કરવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓને મજબૂત સંદેશ મોકલવો જોઈએ.
હાઇકોર્ટે મની લોન્ડરિંગ એજન્સી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના આધારે ઓગસ્ટ 2014માં મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર રાકેશ જૈનને વિશેષ અદાલત દ્વારા જારી કરવામાં આવેલી પ્રક્રિયા (સમન્સ/નોટિસ) રદ કરી હતી.
જસ્ટિસ જાધવે કહ્યું, પસમય આવી ગયો છે કે ઇડી જેવી કેન્દ્રીય એજન્સીઓ કાયદો પોતાના હાથમાં લેવાનું બંધ કરે અને નાગરિકોને હેરાન કરવાનું બંધ કરે.
ઇડીએ ઉપનગરીય વિલે પાર્લે પોલીસ સ્ટેશનમાં મિલકત ખરીદનાર દ્વારા નોંધાવેલી ફરિયાદના આધારે જૈન વિરુદ્ધ મની લોન્ડરિંગની તપાસ શરૂૂ કરી હતી, જેમાં તેમના પર કરારનો ભંગ અને છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.