રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાવધાન; એનર્જી ડ્રિંક હાર્ટએટેકને નોતરશે

04:37 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

બજારમાં મળનાારા એનર્જી ડ્રિંક ખુબજ લોકપ્રિય થઇ રહ્યા છે.. ખાસ કરીને યુવાઓમાં .. પરંતુ આ એનર્જી ડ્રિંકસ હાર્ટ માટે ખતરનાક સાબિત થઇ શકે છે. એનર્જી ડ્રિંક્સમાં ઉપલબ્ધ કૈફીન અને અન્ય પદાર્થ રક્તનું દબાણ અસ્થાયી રૂૂપે વધારી દે છે..આનાથી હૃદય પર વધારાનું દબાણ પડે છે, અને હૃદયરોગનું જોખમ વધી જાય છે.

Advertisement

જ્યારે આપણે એનર્જી ડ્રિંક પીએ છીએ ત્યારે ક્યારેક ક્યારેક આપણા હૃદયના ધબકારા તેજ થઇ જાય છે. હૃદયના ધબકારાની અનિયમિતાને અરિથમિયા કહેવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે બિલકુલ ઠીક નથી. લાંબા સમય પછી હૃદયની બિમારીઓનું જોખમ વધી જાય છે. ખાસ કરીને તો એ લોકોને જેને પહેલેથી હૃદય સાથે જોડાયેલી કોઇ બીમારી હોય. તાજેતરમાં જ થયેલા એક સંશોધનમાં ખુલાસો થયો છે કે એનર્જી ડ્રિંક્સમાં મીઠાશ માટે નાંખવામાં આવતા સ્વીટનર આપની ઇમ્યુનિટીને નુકસાન પહોંચાડી શકે છે.. અને કેન્સરની જેવી અનેક બીમારીઓ સામે લડવાની આપની ક્ષમતાને નબળી પાડી શકે છે.

એનર્જી ડ્રિંક્સ વધારે પીવાથી હૃદયની નસો કમજોર પડી શકે છે.. જેને કોરોનરી ધમની રોગ કહેવામાં આવે છે.. એટલે કે હૃદયની નસો સંકોચાઇ જાય છે.. જેનાથી હૃદય સુધી લોહી પહોંચાડવામાં મુશ્કેલી ઉભી થાય છે.
એનર્જી ડ્રિંકસમાં કેટલાક કિસ્સામાં કૃત્રિમ રૂૂપે બનાવવામાં આવેલા કેટલાક રાસાયણિક પદાર્થોનો પણ ઉપયોગ થાય છે.. જે શરીર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. જેમ કે ટેરી નામનો રંગ જે ડ્રિંકને રંગીન બનવવા માટે ઉમેરવામાં આવે છે, કે પછી ગ્લુકોરોનોલેક્ટોન જે ખાંડના સ્ત્રોતના સુપમાં ઉપયોગમાં લેવાય છે તે હૃદય અને મસ્તિષ્કને પ્રભાવિત કરી શકે છે.

Tags :
Energy drinksHealthhealth careheart attackindiaindia news
Advertisement
Next Article
Advertisement