રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેશ ફોર વોટનો સાંસદો-ધારાસભ્યોને વિશેષાધિકાર નહીં: સુપ્રીમ

11:38 AM Mar 04, 2024 IST | Bhumika
Advertisement

દેશની સર્વોચ્ચ અદાલતની સાત જજની બંધારણીય બેંચે આજે એક ઐતિહાસિક ચુકાદો આપી કેશ ફોર વોટના મામલે સાંસદો અને ધારાસભ્યોને મળતો વિશેષાધિકાર છીનવી લીધો છે અને 1998માં પાંચ જજની બેંચ દ્વારા આપવામાં આવેલો ચુકાદો પલટાવી નાખી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે લાંચ લેવાનો કોઈને પણ વિશેષાધિકાર આપી શકાય નહીં તેવો અભૂતપૂર્વ ચુકાદો આપ્યો છે.
લાંબા સમયથી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચમાં ચાલી રહેલ આ મામલે આજે સોમવારે ખુલતી અદાલતે કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો અને સ્પષ્ટ જણાવ્યું હતું કે, સંસદીય વિશેષાધિકારનો મતલબ એ નથી કે, સાંસદો અને ધારાસભ્યો કાયદાથી ઉપર છે.

Advertisement

વોટના બદલામાં લાંચ લેવાના કેસમાં સાંસદો અને ધારાસભ્યોને કાર્યવાહીમાંથી મળેલી રાહત અંતે છીનવાઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ છૂટ સાથે અસહમતિ વ્યક્ત કરી છે અને 1998માં આપેલા તેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સાત જજોની બંધારણીય બેન્ચે આ મામલે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ઉપરાંત બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એએસ બોપન્ના, જસ્ટિસ એમએમ સુંદરેશ, જસ્ટિસ પીએસ નરસિમ્હા, જસ્ટિસ જેપી પારડીવાલા, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

બંધારણીય બેંચે 1998ના જેએમએમ લાંચ કેસ પર તેના નિર્ણય પર પુનર્વિચારણા અંગે સુનાવણી પૂર્ણ કર્યા પછી ગયા વર્ષે 5 ઓક્ટોબરે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. ઓક્ટોબરમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં વોટ ફોર લાંચ કેસમાં આપવામાં આવેલા વિશેષાધિકારનો વિરોધ કર્યો હતો. સરકારે તેની દલીલમાં કહ્યું હતું કે લાંચ ક્યારેય કાર્યવાહીથી મુક્તિનો મુદ્દો હોઈ શકે નહીં. સંસદીય વિશેષાધિકારનો અર્થ એ નથી કે સાંસદ-બિલને કાયદાથી ઉપર રાખવું.

ઝારખંડના ધારાસભ્ય સીતા સોરેન પર 2012માં રાજ્યસભાની ચૂંટણીમાં વોટના બદલામાં લાંચ લેવાનો આરોપ હતો. આ મામલે તેની સામે ફોજદારી કેસ ચાલી રહ્યો છે. આ આરોપો પર તેમના બચાવમાં, સીતા સોરેને દલીલ કરી હતી કે તેમને ગૃહમાં કંઈપણ કહેવાનો અથવા કોઈપણ માટે મત આપવાનો અધિકાર છે અને બંધારણની કલમ 194 (2) હેઠળ તેમને વિશેષાધિકાર છે. જે અંતર્ગત આ બાબતો માટે તેમની સામે કાર્યવાહી થઈ શકે નહીં. આ દલીલના આધારે સીતા સોરેને પોતાની વિરુદ્ધ ચાલી રહેલા કેસને રદ કરવાની માંગ કરી હતી. આના પર સુપ્રીમ કોર્ટે 1993ના લાંચ કાંડ પર 1998માં આપેલા પાંચ જજોની બંધારણીય બેંચના નિર્ણયની સાત જજોની બેંચ દ્વારા સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો હતો.

ગૃહમાં થતાં અપમાનજનક નિવેદનો બાબતે કાર્યવાહીનો ઈનકાર
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સંસદ કે વિધાનસભામાં અપમાનજનક નિવેદનોને અપરાધ ગણવાના પ્રસ્તાવ પર પણ ચર્ચા થઈ હતી. દરખાસ્તમાં માંગ કરવામાં આવી હતી કે સંસદસભ્યો અને ધારાસભ્યો દ્વારા ગૃહમાં અપમાનજનક નિવેદનોને કાયદામાંથી મુક્તિ આપવી જોઈએ નહીં જેથી આવું કરનારાઓ સામે ફોજદારી કાર્યવાહી શરૂૂ કરી શકાય. જોકે, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રેટરિકને ગુનો ગણવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સદનની અંદર કંઈપણ બોલવા બદલ સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી શકાય નહીં અને સન્માનિત લોકોને ગૃહની અંદર સંપૂર્ણ સ્વતંત્રતા છે.

Tags :
Cash-for-vote caseindiaindia newsSupreme Court
Advertisement
Next Article
Advertisement