કર્ણાટકના પૂર્વ CM યેદિયુરપ્પા વિરૂદ્ધ કરાયો જાતીય સતામણીનો કેસ, પોક્સો હેઠળ નોંધાઈ FIR
બેંગલુરુમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા વિરુદ્ધ એક સગીર છોકરીની જાતીય સતામણીના આરોપમાં FIR દાખલ કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, તેમની વિરુદ્ધ પોક્સો અને ભારતીય દંડ સંહિતાની કલમ 354 (એ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
બેંગલુરુની સદાશિવનગર પોલીસે 17 વર્ષની છોકરીની માતાની ફરિયાદના આધારે આ કેસ નોંધ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કથિત જાતીય હુમલો 2 ફેબ્રુઆરીએ થયો હતો, જ્યારે FIR નોંધાવનાર મહિલા અને તેની પુત્રી છેતરપિંડીના કેસમાં મદદ માટે યેદિયુરપ્પા પાસે ગયા હતા. આ મામલે યેદિયુરપ્પાની ઓફિસ તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં આવા 53 કેસોની યાદી જારી કરવામાં આવી છે, જેમાં ફરિયાદી મહિલાએ અલગ-અલગ કારણોસર કેસ દાખલ કર્યો છે. યેદિયુરપ્પાની ઓફિસમાંથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ મહિલાને આવી ફરિયાદો કરવાની આદત છેતમને જણાવી દઈએ કે યેદિયુરપ્પા ત્રણ વખત કર્ણાટકના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે 2008 થી 2011 અને 2019 થી 2021 તેમજ મે 2018 સુધી ટૂંકા ગાળા માટે રાજ્યનો હવાલો પણ સંભાળ્યો છે.