સેલિબ્રિટી માસ્ટરશેફમાં હોળી વિશે ટિપ્પણી મામલે ફરાહ ખાન સામે કેસ
બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મમેકર અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એક મોટા વિવાદમાં ફસાઈ ગઈ છે. તાજેતરમાં જ તેની ઉપર હિંદુઓની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. ત્યારબાદ હવે તેની સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હિંદુઓના પવિત્ર તહેવાર હોળી પર વિવાદસ્પદ કોમેન્ટ કરવાના કારણે તેની સામે એફઆઇઆર નોંધાઈ છે.
આ ફરિયાદ હિન્દુસ્તાની ભાઉના નામથી ફેમસ વિકાસ પાઠકે પોતાના વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા નોંધાવી છે. ફરાહ ખાન પર આરોપ છે કે, તેણે હોળી માટે એક અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે, જેનાથી હિંદુ સમુદાયની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. આ મામલે મુંબઈના ખાસ પોલીસ સ્ટેશનમાં 21 ફેબ્રુઆરીના રોજ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. માસ્ટર શેફના એક એપિસોડ દરમિયાન શરૂૂ થયો હતો. શો નો આ એપિસોડ 20 ફેબ્રુઆરીના રોજ ટેલીકાસ્ટ થયો હતો.
આ શો માં ફરાહ ખાન જજની ભૂમિકા નિભાવી રહી હતી. ફરાહ ખાને સેલિબ્રિટી માસ્ટરશેફ શો માં વિવાદસ્પદ કોમેન્ટ કરતા કહ્યું કે, પહોળી છપરીઓનો ફેવરિટ તહેવાર છે. તેના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખૂબ ટ્રોલ કરી. હિન્દુસ્તાની ભાઉનું કહેવું છે કે, આ કોમેન્ટ ન માત્ર મારા વ્યક્તિગત ધાર્મિક વિશ્વાસને ઠેસ પહોંચાડનારી હતી, પરંતુ તે સમગ્ર હિંદુ સમાજ માટે પણ અપમાનજનક હતી.