યુપીમાં હાઈએલર્ટ વચ્ચે માફિયા ડોન મુખ્તાર અંસારીની દફનવિધિ
- માત્ર પરિવારને જ કબ્રસ્તાનમાં એન્ટ્રી, મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ રિપોર્ટમાં જાહેર, જેલમાં બંધ મોટા દીકરાને દફનવિધિમાં આવવાની પરવાનગી ન મળી
યુપીના માફિયા ડોન મુખ્તાર અંસારીનું ગુરુવારે અવસાન થયું. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તારનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું હતું. મુખ્તારના મોત બાદ ગાઝીપુર અને મૌ સહિત સમગ્ર ઉત્તર પ્રદેશમાં હાઈ એલર્ટ છે. તમામ જિલ્લાઓમાં પોલીસે બંદોબસ્ત વધારી દીધો છે. પોસ્ટમોર્ટમ બાદ મુખ્તાર અંસારીના મૃતદેહ ગાઝીપુર લાવવામાં આવ્યો હતો.
મુખ્તાર અંસારીને ગાઝીપુરના મોહમ્મદબાદના કાલીબાગ કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા હતા.વહીવટી તંત્રએ માત્ર પરિવારના સભ્યોને જ તેમને દફનાવવાની મંજૂરી આપી હતી. મુખ્તારના અંતિમ સંસ્કારમાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. જો કે, બહારથી આવતા લોકોને કબ્રસ્તાનમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. ડીએમ સહિત વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સ્થળ પર હાજર હતા અને લોકોને કબ્રસ્તાનની અંદર જવાથી રોકવામાં આવી રહ્યા હતા. મુખ્તાર અંસારીને તેની માતાની કબર પાસે દફનાવવામાં આવ્યો છે.જો કે જેલ બંધ મુખ્તારના મોટા દીકરાને પિતાની દફનવિધિમાં સામેલ થવાની પરવાનગી આપવામાં મળી ના હતી.
બાંદા મેડિકલ કોલેજમાં મુખ્તારનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ તેનો મૃતદેહ તેના પુત્ર ઓમર અંસારીને સોંપવામાં આવ્યો હતો. હત્યા અને ખંડણી જેવા અનેક ગુનાઓમાં દોષિત મુખ્તાર અંસારીનો જન્મ ગાઝીપુર જિલ્લાના મોહમ્મદબાદમાં થયો હતો.
મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારની નમાજમાં સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. સમર્થકોની ભારે ભીડ અને કડક સુરક્ષા વચ્ચે મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે. અંતિમયાત્રાને અંતિમ સંસ્કાર માટે કબ્રસ્તાનમાં લઈ જત પણ સમર્થકોની ભારે ભીડ હતી. મુખ્તાર અંસારીના પુત્ર ઉમર અંસારીએ સાથે આવતા લોકોને અપીલ કરી હતી કે, તેઓ કબ્રસ્તાનની અંદર જવાનો પ્રયાસ ન કરે. મુખ્તાર અંસારીના મૃતદેહ ગાઝીપુરના મોહમ્મદબાદ પહોંચ્યા બાદ મૃતદેહને ઘરમાં રાખવામાં આવ્યો હતો. અને ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા.
મુખ્તાર અંસારીના અંતિમ સંસ્કાર દરમિયાન પરિવાર સિવાય કોઈને પણ કબ્રસ્તાનમાં જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારે પોલીસ ફોર્સ ઘટનાસ્થળે હાજર હતી. વધારાની ફોર્સ તૈનાત કરવામાં આવી હતી. ને પોલીસે આખો રસ્તો બ્લોક કરી દેવામાં આવ્યો હતો.
મુખ્તાર અંસારીના ઘરની બહાર કેટલાક લોકોએ પમુખ્તાર અંસારી ઝિંદાબાદથના નારા લગાવ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ ફોર્સ તૈનાત છે અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.