For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

'હું 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ..', ટ્રમ્પે ફરી આપી ધમકી

06:58 PM Aug 05, 2025 IST | Bhumika
 હું 24 કલાકમાં ભારતના ટેરિફમાં મોટો વધારો ઝીંકીશ     ટ્રમ્પે ફરી આપી ધમકી

Advertisement

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ વધારવા અંગે મોટી જાહેરાત કરી છે. એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આગામી 24 કલાકમાં ભારત પર ટેરિફમાં ભારે વધારો કરવાના છે.

એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું હતું કે, 'મને લાગે છે કે હું આગામી 24 કલાકમાં ભારતના ટેરિફમાં ભારે વધારો કરવાનો છું.'

Advertisement

આ જાહેરાત પહેલા, ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ભારત મોટા પ્રમાણમાં રશિયન તેલ ખરીદી રહ્યું છે અને તેને વેચીને નફો પણ કમાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે તેઓ રશિયા સાથેના વેપાર અંગે ભારત પર ટેરિફ વધારશે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક સંદેશમાં કહ્યું હતું કે, 'ભારત માત્ર રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું નથી, પરંતુ બજારમાં આ ખરીદેલા તેલનો મોટો ભાગ વેચીને પણ મોટો નફો કમાઈ રહ્યું છે. ભારતને કોઈ પરવા નથી કે રશિયાના યુદ્ધ મશીનરી દ્વારા યુક્રેનમાં કેટલા લોકો માર્યા જઈ રહ્યા છે. તેથી, હું ભારત પર ટેરિફ વધારવા જઈ રહ્યો છું.'

ભારતે ટ્રમ્પની ધમકીને 'અન્યાયી અને અતાર્કિક' ગણાવી. વિદેશ મંત્રાલયે ટ્રમ્પની ટિપ્પણી અંગે અમેરિકાની ટીકા કરતા નિવેદન બહાર પાડ્યું. મંત્રાલયે કહ્યું કે એક તરફ અમેરિકા રશિયા સાથે વેપાર કરી રહ્યું છે, તો બીજી તરફ તે ભારત-રશિયા વેપાર પર આંગળી ચીંધી રહ્યું છે. ગયા વર્ષે, કડક પ્રતિબંધો અને ટેરિફ છતાં, અમેરિકાએ રશિયા સાથે લગભગ $3.5 બિલિયનનો વેપાર કર્યો હતો.

વિદેશ મંત્રાલયે અમેરિકાના આ બેવડા વલણ પર કહ્યું, 'અમેરિકા હજુ પણ તેના પરમાણુ ઉદ્યોગ માટે યુરેનિયમ હેક્સાફ્લોરાઇડ, ઇલેક્ટ્રિક વાહન ઉદ્યોગ માટે પેલેડિયમ, ખાતરો અને રસાયણો રશિયા પાસેથી આયાત કરે છે.'

વિદેશ મંત્રાલયના નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત પણ તેના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેશે.'

ભારત રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે

ભારત હાલમાં રશિયન તેલના સૌથી મોટા ખરીદદારોમાંનો એક છે. 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી, ઘણા યુરોપિયન દેશોએ રશિયા સાથે વેપારમાં ઘણો ઘટાડો કર્યો હતો. રશિયન તેલ પર અમેરિકન અને યુરોપિયન દેશોના પ્રતિબંધો પછી, ભારત અને ચીન જેવા એશિયન દેશોએ મોટી માત્રામાં રશિયન તેલ ખરીદ્યું. રશિયા થોડા જ સમયમાં ભારતનો ટોચનો તેલ સપ્લાયર બની ગયો અને હવે પણ ભારત રશિયા પાસેથી મોટી માત્રામાં તેલ ખરીદી રહ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement