રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યુપીમાં દારૂની એક બોટલ સાથે બીજી ફ્રીની બમ્પર ઓફર

06:15 PM Mar 26, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

નવી લીકર પોલિસી આવે તે પહેલાં જૂના સ્ટોકનો નિકાલ કરવા દુકાનદારોએ નુસખો શોધી કાઢયો: લોકોને જલસો

Advertisement

ઉત્તર પ્રદેશમાં દારૂૂના વિક્રેતાઓએ તેમના જૂના સ્ટોકનો નિકાલ કરવા માટે બમ્પર ઓફર આપી છે. દારૂૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાના નિર્ણયનું એક કારણ એ છે કે રાજ્યમાં નવી લિકર પોલિસી આવી રહી છે જે અંતર્ગત નવા ટેન્ડર બહાર પાડવામાં આવશે. આવી સ્થિતિમાં ઝડપથી સ્ટોક પૂરો કરવા માટે દારૂૂની એક બોટલ બીજી બોટલ મફતમાં આપવામાં આવી રહી છે. હાલમાં નોઈડામાં ઘણા કોન્ટ્રાક્ટ પર લાંબી કતારો લાગી ગઈ છે.

લખનૌ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં, દુકાનદારોએ સસ્તા દરે દારૂૂ ખરીદવાનો આગ્રહ કરતા વિશાળ પોસ્ટરો લગાવ્યા છે. દુકાનદારોની દલીલ છે કે નવી પોલિસી લાગુ થાય તે પહેલા તેઓએ તેમનો તમામ જૂનો સ્ટોક ફડચામાં લઈ લેવો પડશે, જો આમ નહીં થાય તો તેમને મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આ કારણોસર, એક બોટલ મફતમાં આપવાની ચર્ચા છે.અહીં સમજવા જેવી વાત એ છે કે દુકાનદારો આ બમ્પર ઓફર મજબૂરીમાં લાવ્યા છે. તેમણે સરકાર પાસે માંગણી કરી હતી કે 31 માર્ચ પહેલા દારૂૂનો બાકી રહેલો સ્ટોક પાછો લેવામાં આવે. પરંતુ સરકારે આવું કંઈ કર્યું નથી, તેથી જ દુકાનદારોને નુકસાનથી બચવા માટે હવે દારૂૂ પર ભારે ડિસ્કાઉન્ટ આપવાની ફરજ પડી રહી છે. તેઓ કોઈપણ કિંમતે તેમના સ્ટોકને ફડચામાં લેવા માંગે છે.

નોઈડામાં ઘણી દારૂૂની દુકાનો પર લોકોનો ધસારો છે, તેઓ બમ્પર ઑફર્સનો લાભ લેવા માંગે છે. હવે અહીં સમજવા જેવી વાત એ છે કે જો રાજ્ય સરકાર જૂનો સ્ટોક પાછો નહીં લે તો તે સ્થિતિમાં દારૂૂ પરની આ ઓફર 31મી માર્ચ સુધી ચાલુ રહેવાની છે.

ઉલ્લલેખનીય છે કે યુપી કેબિનેટે તાજેતરમાં 2025-26ના નાણાકીય વર્ષ માટે નવી આબકારી નીતિને મંજુરી આપી હતી. નવી નીીતમાં સરકારે પ્રથમ વખત કમ્પોઝીટ શોપ્સનો ખ્યાલ રજૂ કર્યો છે જેમાં અલગ અલગ બિયર અને વિદેશી દારૂના આઉટલેટસને એક યુનિટમાં જોડવામાં આવ્યા છે. અગાઉ લાયસન્સ રિન્યુ કરવામાં આવતાં હતાં પરંતુ હવે ઈલોટરી સિસ્ટમ દ્વારા લાયસન્સનફ ફાળવણી કરાશે.

Tags :
indiaindia newsupUP News
Advertisement
Advertisement