For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંસદનું બજેટસત્ર 31મીએ શરૂ થશે: 1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર

10:56 AM Jan 18, 2025 IST | Bhumika
સંસદનું બજેટસત્ર 31મીએ શરૂ થશે  1 ફેબ્રુઆરીએ અંદાજપત્ર

Advertisement

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂૂ થશે, તે 4 એપ્રિલે સમાપ્ત થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. નાણામંત્રી સંસદ સત્ર દરમિયાન 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. પરંપરા મુજબ, સત્રની શરૂૂઆત 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક સાથે થશે, જેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સંબોધિત કરશે.

સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપવામાં આવી છે. બજેટ સત્રમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર બંને ગૃહોમાં ચર્ચા થાય છે. તે સંસદના બંને ગૃહોમાં વડાપ્રધાનના જવાબ સાથે સમાપ્ત થાય છે. અઢારમી લોકસભાનું આ ચોથું સત્ર હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ સત્ર હશે. 18મી લોકસભા ચૂંટણી બાદ મોદી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

Advertisement

મહત્વનું છે કે ગત વર્ષે યોજાયેલા શિયાળુ સત્રમાં પણ ભારે હોબાળો થયો હતો. આખું સત્ર હોબાળોથી ધમધમતું રહ્યું હતું. શિયાળુ સત્રના પ્રથમ ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement