For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોક્સર સ્વીટી બૂરાએ પોલીસ સ્ટેશનમાં જ પતિનું ગળું દબાવી દીધું

04:18 PM Mar 25, 2025 IST | Bhumika
બોક્સર સ્વીટી બૂરાએ પોલીસ સ્ટેશનમાં જ પતિનું ગળું દબાવી દીધું

ભૂતપૂર્વ કબડ્ડી પ્લેયર દીપક હૂડા અને સ્વીટીનું લગ્નજીવન ડામાડોળ

Advertisement

વિશ્વ ચેમ્પિયન બોક્સર સ્વીટી બૂરા અને તેના પતિ ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી દીપક હુડા વચ્ચે ચાલી રહેલો વિવાદ અટકતો નથી. સ્વીટી બૂરાએ રવિવારે દીપક પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જે બાદ સોમવારે ઈન્ટરનેટ મીડિયા પર પોલીસ સ્ટેશનનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં સ્વીટી તેના પતિ ઉપર હુમલો કરતી જોવા મળે છે.

આ વીડિયોમાં સ્વીટી બુરા તેના પતિનું ગળું દબાવતી જોવા મળી રહી છે. તે દસ સેક્ધડ સુધી તેનું ગળું દબાવતી જોવા મળે છે. પોલીસે આ મામલે સ્વીટી બૂરા, તેના પિતા મહેન્દ્ર અને મામા વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમને તપાસમાં સામેલ કર્યા છે. સ્વીટી બુરાની માતાએ જણાવ્યું કે તેમની પુત્રી તણાવમાં છે.

Advertisement

સ્વીટી બૂરાએ તેના પતિ દીપક હુડ્ડા વિરુદ્ધ ઉત્પીડનનો કેસ દાખલ કર્યો હતો. જે બાદ 15 માર્ચે પોલીસે બંને પક્ષોને મહિલા પોલીસ સ્ટેશનમાં વાતચીત માટે બોલાવ્યા હતા. બંને પક્ષ એસએચઓના રૂૂમમાં બેઠા હતા. તે દરમિયાન, સ્વીટી અચાનક ગુસ્સે થઈ જાય છે અને સામે ખુરશી પર બેઠેલા તેના પતિ દીપક હુડા પાસે જાય છે અને તેનું ગળું પકડી લે છે. તે લગભગ 10 સેક્ધડ સુધી તેના પતિનું ગળું પકડી રાખેલી જોવા મળે છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ અને પરિવારના સભ્યો દરમિયાનગીરી કરતા જોવા મળે છે.

રવિવારે બોક્સર સ્વીટી બૂરાએ તેના નિવાસસ્થાન સેક્ટર 1-4ની સામેના પાર્કમાં મીડિયા સાથે વાત કરી હતી. તેણે તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.સ્વીટી બૂરાએ એમ પણ કહ્યું હતું કે રોહતકમાં અડધો પ્લોટ તેના નામે છે અને દહેજમાં આપવામાં આવેલી કાર તેના પિતાના નામે છે. તેણે એમ પણ કહ્યું કે મહિલા પોલીસ સ્ટેશનમાં કોઈ હુમલો થયો નથી, જો તમે ઈચ્છો તો સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી શકો છો.આ દરમિયાન સ્વીટીએ કહ્યું હતું કે જો તેને કંઈ થશે તો તેના મૃત્યુ માટે તેના પતિ દીપક હુડા અને હિસારના પોલીસ અધિક્ષક જવાબદાર હશે, કારણ કે પોલીસે તેની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરી નથી. તેને જ હેરાન કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement