રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બેંગકોકની 5 સ્ટાર હોટેલમાંથી 6 વિદેશીઓના મૃતદેહ મળ્યા

06:12 PM Jul 17, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

થાઇલેન્ડના પાટનગર બેંગ્કોકની એક આલીશાન હોટલનાં એક રૂૂમમાં વિયતનામના છ લોકોનાં મૃતદેહો મળી આવ્યા છે.સરકારે આપેલી માહિતી પ્રમાણે આ મૃતકોમાં કેટલાક વિયતનામી-અમેરિકન હતા. સ્થાનિક મીડિયાના શરૂૂઆતી અહેવાલોમાં કહેવામાં આવ્યું હયું કે ફાઇવ સ્ટાર હોટલ ગ્રાન્ડ હયાત ઇરાવન બેંગ્કોકમાં ગોળીબાર થયો હતો. જોકે, પોલીસે આ અહેવાલોને નકાર્યા હતા અને કહ્યું કે ગોળીબારના કોઈ પુરાવા મળ્યા નથી.

પોલીસનું કહેવું છે કે બની શકે કે આ લોકોને ઝેર આપવામા આવ્યું હોય. જોકે, આ વાતની પણ કોઈ પુષ્ટિ હજી થઈ શકી નથી. થાઇલેન્ડના વડા પ્રધાન શ્રેથા થાવિસિને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને ઘટનાની તપાસ અંગે આદેશ આપ્યા હતા. વડા પ્રધાને કહ્યું કે હું નથી ઇચ્છતો કે આ ઘટનાને કારણે દેશની છબી પર અસર પડે અને પ્રવાસીઓ પર કોઈ અસર થાય. તેમણે કહ્યું કે પોલીસને શંકા છે કે મૃતકોનાં મૃત્યુને 24 કલાક થઈ ગયાં હતાં. મૃતકોએ શું ખાધું હતું તે જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આ પહેલાં થાઈ પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસે પોલીસના હવાલેથી કહ્યું હતું કે ત્રણ મહિલા અને ત્રણ પુરૂૂષોનાં મૃત્યું થયાં હતાં. પોલીસ મેજર જનરલ થિરાડેક થમસુથીએ થાઈ પબ્લિક બ્રોડકાસ્ટિંગ સર્વિસને જણાવ્યું હતું કે પીડિતોને ઝેર આપવામાં આવ્યું હતું.

Tags :
BangkokBangkok NEWSforeignersindiaindia news
Advertisement
Next Article
Advertisement