આંધ્રની ફાર્મા કંપનીમાં વિસ્ફોટ, 17નાં મોત 30 ઘવાયા
મૃત્યુઆંક વધવાની સંભાવના, પીએમ મોદીએ મૃતકોને બે લાખ અને ઘાયલોને 50 હજારની સહાય જાહેર કરી
આંધ્રપ્રદેશના અચ્યુતાપુરમમાં બુધવારે એક મોટી દુર્ઘટના થઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. અચ્યુતાપુરમમાં એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં અચાનક આગ લાગવાથી અફરાતફરી મચી ગઈ હતી.
ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ફેક્ટરીમાં ફસાયેલા કર્મચારીઓને બચાવી શકાયા ન હતા. આ દુર્ઘટનામાં કેટલાક કામદારો ખરાબ રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય ક્રિશ્નને જણાવ્યું હતું કે એસેન્ટિયા ફાર્મા કંપનીના પ્લાન્ટમાં બપોરે 2 વાગ્યે આ દુર્ઘટના બની હતી. તેમણે કહ્યું કે, અકસ્માતમાં ઘાયલ થયેલા 30 કર્મચારીઓને અનાકાપલ્લે અને અચ્યુતાપુરમની વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ દૂર્ઘટનાનો ભોગ બનેલાઓને 2 લાખ અને ઘાયલોને 50 હજાર વળતરની જાહેરાત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફેક્ટરીમાં આગ રિએક્ટરમાં વિસ્ફોટના કારણે લાગી હતી, જેમાં 17 કામદારોના જીવ ગયા હતા. ઘણા કર્મચારીઓ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે, જ્યારે અન્ય ઘાયલોને જરૂૂરી આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. ઈંઅગજના અહેવાલ મુજબ, અચ્યુતાપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (જઊણ)માં ફાર્માસ્યુટિકલ કંપની ઊતભશયક્ષશિંફ માં લંચ બ્રેક દરમિયાન વિસ્ફોટ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે લંચ બ્રેક દરમિયાન કંપની પરિસરમાં વિસ્ફોટ થયા બાદ ભારે આગ ફાટી નીકળી હતી. કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ જીવ બચાવવા બહાર દોડી ગયા હતા.
વિસ્ફોટથી આસપાસના ગામોમાં પણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માત બાદ કર્મચારીઓ કંપનીની બહાર એકઠા થયા હતા અને પીડિતોને વળતર અને બેદરકારી બદલ અધિકારીઓને સજાની માંગ કરી હતી. ઈખ એન. ચંદ્રબાબુ નાયડુએ વિસ્ફોટ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે અનાકાપલ્લેના જિલ્લા કલેક્ટર સાથે વાત કરી અને સ્થિતિ વિશે જાણકારી મેળવી. તેમણે અધિકારીઓને ઘાયલોને શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો.પૂર્વ ઈખ વાય.એસ. જગન મોહન રેડ્ડીએ પણ અચ્યુતાપુરમ જઊણ ખાતે રિએક્ટર વિસ્ફોટ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
તેમણે આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી હતી. ઢજછ કોંગ્રેસ પાર્ટીના વડાએ સરકારને વિનંતી કરી છે કે તે સુનિશ્ચિત કરે કે ઘાયલોને હોસ્પિટલોમાં શ્રેષ્ઠ શક્ય તબીબી સારવાર મળે. તેમણે અધિકારીઓને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક પગલાં લેવા પણ આહ્વાન કર્યું હતું. તેમણે માંગ કરી હતી કે રાજ્ય સરકાર મૃતકોના પરિવારોને પૂરતી સહાય આપે.
આ દરમિયાન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ દુ:ખ વ્યક્ત કર્યુ. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર મૃતક કામદારોના પરિવારજનો સાથે ઉભી રહેશે. મળતી માહિતી મુજબ સીએમ નાયડુ આજે ઘટનાસ્થળની મુલાકાત લઇ શકે છે. જો કોઇ મેનેજમેન્ટની બેદરકારીને કારણે આ દુ:ખદ ઘટના બનશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પીડિતોને આશ્વાસન આપ્યું હતું સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપી દેવાયા છે.