For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ: ASP શહીદ, અન્ય ઘાયલ

05:42 PM Jun 09, 2025 IST | Bhumika
નક્સલીઓ દ્વારા બ્લાસ્ટ  asp શહીદ  અન્ય ઘાયલ

Advertisement

છત્તીસગઢના સુકમામાં નક્સલીઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. કોન્ટા નજીક ફુંડીગુડામાં નક્સલીઓએ ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કર્યો છે. તેમણે અધિકારીની કારને ઉડાવી દીધી હતી, જેમાં કોન્ટા આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ (ASP) આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે. જ્યારે અન્ય જવાનો ઘાયલ થયાના અહેવાલ છે.

અહેવાલો અનુસાર, નક્સલીઓએ મંગળવારે બંધનું એલાન આપ્યું હતું. જેને લઈને એએસપી આકાશ રાવ તેમની ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન તે કોન્ટા-એરાબોરા રોડ પર નક્સલીઓ દ્વારા લગાવવામાં આવેલા ઈંઊઉ બ્લાસ્ટ થયો હતો. જેમાં અજઙ આકાશ રાવ ગિરપુંજે શહીદ થયા છે અને કેટલાક જવાનો ઘાયલ થયા છે. તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એએસપી આકાશ રાવ ગિરીપુંજે રાયપુર અને મહાસમુંદમાં ફરજ બજાવતા હતા. તેમનો પરિવાર રાયપુરમાં જ રહે છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે, છત્તીસગઢના બીજાપુર જિલ્લાનું ગાઢ જંગલ, જે એક સમયે નક્સલીઓના ડર અને આતંકનો પર્યાય માનવામાં આવતું હતું, તે હવે સુરક્ષા દળોની વ્યૂહાત્મક સફળતાનું સાક્ષી બની રહ્યું છે. પાંચમી, છઠ્ઠી અને સાતમી જૂન 2025ના રોજ એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં કુલ સાત નક્સલીઓ ઠાર મરાયા છે. મહત્ત્વની વાત એ છે કે આ માર્યા ગયેલા નક્સલીઓમાં બે ટોચના લીડર સુધાકર અને ભાસ્કરનો પણ સમાવેશ થાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement