જૂની પેન્શન યોજના નહીં મળે તો ભાજપને પરિણામો ભોગવવા પડશે
દેશમાં જૂનું પેન્શન પુન:સ્થાપિત કરવા માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહેલા કર્મચારીઓના સંગઠનોએ ઘઙજ લાગુ કરવા માટે કેન્દ્ર સરકારને છ અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું છે. જો આ સમયગાળામાં જૂનું પેન્શન પુન:સ્થાપિત કરવામાં નહીં આવે તો દેશભરમાં અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂૂ કરવામાં આવશે. આ સ્થિતિમાં રેલવે ઓપરેશન્સ અને ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગો સહિત તમામ સરકારી વિભાગોમાં કામકાજ બંધ થઈ જશે. બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલી નેશનલ જોઈન્ટ કાઉન્સિલ ઓફ એક્શન (ગઉંઈઅ)ના અધિકારીઓની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. એનજેસીએના ક્ધવીનર શિવગોપાલ મિશ્રાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. કેન્દ્ર સરકારને અચોક્કસ મુદ્દતની હડતાળની સૂચના આપવા અને હડતાળની તારીખ જાહેર કરવા બે દિવસમાં એક સમિતિની રચના કરવામાં આવશે. અઈંઉઊઋના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમારના જણાવ્યા અનુસાર, જો લોકસભાની ચૂંટણી પહેલા પજૂનું પેન્શનથ લાગુ નહીં કરવામાં આવે તો ભાજપને પરિણામ ભોગવવા પડશે. કર્મચારીઓ, પેન્શનરો અને તેમના સંબંધીઓ સહિત, આ સંખ્યા દસ કરોડને પાર કરે છે. આ સંખ્યા ચૂંટણીમાં મોટો અપસેટ સર્જવા માટે નિર્ણાયક છે. દેશના બે મોટા કર્મચારી સંગઠનો રેલ્વે અને ડિફેન્સ (સિવિલ) એ અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર પોતાની સંમતિ આપી દીધી છે. સ્ટ્રાઈક બેલેટમાં, 11 લાખ રેલવે કર્મચારીઓમાંથી 96 ટકા જો ઘઙજ લાગુ કરવામાં નહીં આવે તો અનિશ્ચિત હડતાળ પર જવા માટે તૈયાર છે. આ સિવાય સંરક્ષણ વિભાગ (સિવિલ)ના ચાર લાખ કર્મચારીઓમાંથી 97 ટકા હડતાળના પક્ષમાં છે. 20 અને 21 નવેમ્બરના રોજ, 400 સંરક્ષણ એકમો, 7349 રેલ્વે સ્ટેશન, વિભાગીય અને ઝોનલ કચેરીઓ, 42 રેલ્વે વર્કશોપ અને સાત રેલ્વે ઉત્પાદન એકમો પર સ્ટ્રાઈક બેલેટ હેઠળ મતદાન કરવામાં આવ્યું હતું. ઘઙજના મુદ્દે વિવિધ કેન્દ્રીય કર્મચારી સંગઠનો અને રાજ્ય સંગઠનો પણ એકઠા થયા છે. 7 ફેબ્રુઆરીએ ગઉંઈઅની બેઠક બોલાવવામાં આવી હતી.
અ ા બેઠકમાં દેશભરમાં અચોક્કસ મુદ્દતની હડતાળની તારીખ નક્કી કરવા અને સરકારને હડતાળની નોટિસ આપવા અંગે ચર્ચા થઈ હતી. શ્રીકુમારના જણાવ્યા અનુસાર, બેઠકમાં હાજર તમામ સંગઠનો અનિશ્ચિત મુદ્દતની હડતાળ પર જવાના પક્ષમાં છે. હડતાળની તારીખ નક્કી કરવા અને સરકારને નોટિસ આપવા માટે એક નાની સમિતિની રચના કરવામાં આવી રહી છે. જો સરકાર છ સપ્તાહમાં કામદારોની માંગણી નહીં સ્વીકારે તો દેશમાં હડતાળ નિશ્ચિત છે.