ભાજપ વોટ બેન્ક મજબૂત કરવા નવી મહિલા કેન્દ્રિત યોજનાઓ શનિવારે જાહેર કરશે
કેન્દ્ર અને રાજ્યોની ભાજપ સરકારો 8 માર્ચે મહિલા સશક્તિકરણને ધ્યાનમાં રાખીને તેની નીતિને અનુરૂૂપ અનેક મહિલા-કેન્દ્રિત પહેલો જાહેર કરવાની યોજના બનાવી રહી છે.
બીજેપીના સૂત્રોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર પાર્ટી એવી પહેલો રજૂ કરવાની યોજના બનાવી રહી છે જે દિલ્હી અને અન્ય પાર્ટી શાસિત રાજ્યો બંનેમાં ગરીબ વર્ગની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવશે.પક્ષના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું અમારો પક્ષ મહિલાઓના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક સશક્તિકરણને કેન્દ્રમાં રાખીને પહેલ કરી રહી હોવાથી, અમે વધુ મહિલા-કેન્દ્રિત યોજનાઓ રજૂ કરવા તૈયાર છીએ. મહિલા મતદારોના એક મોટા વર્ગે અમને ટેકો આપ્યો છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઘણી બધી યોજનાઓ દ્વારા તેમના સશક્તિકરણ માટે ખરેખર પ્રતિબદ્ધ છે.
એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આમાંની કેટલીક પહેલોમાં છોકરીઓના શિક્ષણ માટે નાણાકીય સહાય અને હાંસિયામાં ધકેલાઈ ગયેલી મહિલાઓને વ્યાવસાયિક અને કૌશલ્ય-આધારિત સશક્તિકરણના પ્રોત્સાહન માટે સહાયનો સમાવેશ થાય છે.વધુમાં, ભાજપ મહિલા મોરચાએ 8 માર્ચે મહિલા દિવસ માટે શ્રેણીબદ્ધ આઉટરતીચ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનું આયોજન કર્યું છે, જેમાં મહિલાઓને આર્થિક, શૈક્ષણિક અને સામાજિક રીતે સશક્તિકરણ કરવા માટે રચાયેલ પ્રધાનમંત્રીની આઠ મુખ્ય યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં, આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને દર મહિને 2,500નું વચન આપતી મહિલા સમૃદ્ધિ યોજના માટેની નોંધણી પ્રક્રિયા 8મી માર્ચે શરૂૂ થવાની ધારણા છે. દરમિયાન બીહારના આજે રજૂ થયેલા બજેટમાં રાજ્યના મુખ્ય શહેરોમાં પીંક બસ તથા મહિલા વાહન પ્રશિક્ષણ કેન્દ્રો તથા દરેક પંચાયતમાં ક્ધયા વિવાહ મંડપની સ્થાપના કરવાની જાહેરાત થઈ છે.