For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો

11:21 AM May 29, 2025 IST | Bhumika
અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યો

Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, કેટલાક ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ કહ્યું કે અજિત પવારની દખલઅંદાજી બંધ થવી જોઈએ અને તેમણે આ મુદ્દે અમિત શાહના હસ્તક્ષેપની માંગ કરી. આ અંગે અમિત શાહે ભાજપના ધારાસભ્યોને એક અલગ સંદેશ આપ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ભાજપના ધારાસભ્યો અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ લઈને અમિત શાહ પાસે ગયા, ત્યારે અમિત શાહે કહ્યું કે, અજિત પવાર વિરુદ્ધ ફરિયાદ કરવાને બદલે, તેઓએ બધા મંત્રીઓનો પીછો કરવો જોઈએ અને આક્રમક રીતે કામ આગળ ધપાવવું જોઈએ. અમિત શાહે કહ્યું કે, અમારા ધારાસભ્યોની સંખ્યા વધુ છે, તેથી પાછળ હટવાની જરૂૂર નથી. વહીવટ અને સરકારના સ્તરે આક્રમક રીતે કામ આગળ ધપાવવું જોઈએ. તેમણે કહ્યું કે, આપણે ‘મહાયુતિ’ તરીકે આગળ વધવું પડશે. આ ઘટના નાંદેડમાં થયેલી એક બેઠકની છે. આ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મંત્રી ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર હતા.

ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે 2024ની વિધાનસભા ચૂંટણી દરમિયાન અજિત પવારે જાણી જોઈને ભાજપના ઉમેદવારો સામે વિપક્ષી ઉમેદવારોને મજબૂત કરવાનો પ્રયાસ કર્યો હતો. ભાજપના નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, અજિત પવાર ભાજપની તાકાત નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વિરોધીઓને તાકાત આપી રહ્યા છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિત શાહે એમ પણ કહ્યું હતું કે તેનાથી વિપરીત, અજિત પવારે મારી પાસે ફરિયાદો લાવવી જોઈએ. આ દરમિયાન, એવું પણ પ્રકાશમાં આવ્યું છે કે ભાજપ મુંબઈ, થાણે અને પુણેમાં એકલા ચૂંટણી લડવાનું વિચારી રહી છે. અમિત શાહે રાજ્યમાં આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ અંગે સંકેતો આપ્યા છે અને રાજ્યની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓની પણ સમીક્ષા કરી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement