ભાજપના નેતાઓ મહારાષ્ટ્ર-કાશ્મીરમાં ચૂંટણી પ્રવાસે
ઋષિકેશ પટેલ, જગદીશ વિશ્ર્વકર્મા, પ્રદીપસિંહ, મહિલા મોરચો રવાના
હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે. હરિયાણામાં ભાજપ પોતાની સતા જાળવી રાખવા અને 370 કલમ બાદ યોજનાર ચૂંટણીમાં ભાજપ પગ પેસારો કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે પ્રત્યેક ચૂંટણી માફક ગુજરાતમાંથી પણ ભાજપના ટોચના કાર્યકરો ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાંથી પહોંચ્યા છે.
આવનાર હરિયાણા અને જમ્મુ કાશ્મીર ચૂંટણી પ્રચાર રણનીતિ અંગે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા જ્યાં આગામી વિધાનસભા ચૂંટણીઓને હોય ત્યાં ચૂંટણી કામગીરી માટે સિનિયર નેતાઓ કામગીરી સોંપવામાં આવતી હોય છે.જેના ભાગરૂૂપે ગુજરાત ભાજપના નેતાઓનો પ્રચાર માટે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર અને જમ્મુ કાશ્મીરમાં અને હરિયાણાની વિધાનસભા ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ભાજપના મહિલા મોરચાની ટીમ જમ્મુ કાશ્મીર ચૂંટણી પ્રચાર માટે ગયા છે. મહિલા મોરચાના પ્રમુખ દીપિકા સરડવા અને તેમની ટીમ સાથે પદાધિકારીઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે.
મહારાષ્ટ્રમાં પણ મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ વસવાટ છે. આવનાર દિવસોમાં મહારાષ્ટ્ર વિધાનસભાની વિવિધ બેઠકોમાં ગુજરાત ભાજપના નેતાઓ જવાબદારી સોંપવામાં આવી છે. જેના ભાગરૂૂપે આરોગ્યમંત્રી મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને મહારાષ્ટ્રના વિવિધ બેઠકો જવાબદારી સોંપવામાં આવી છે.