હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર
નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. પંચકુલામાં આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને તેમના નાયબ મુખ્ય પ્રધાનોએ પણ ભાગ લીધો હતો.આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ 50,000 લોકો ભાગ લેવાનો દાવો છે. દેશભરમાંથી લગભગ દોઢ ડઝન NDA નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.
આ શપથ ગ્રહણ હરિયાણા માટે ઐતિહાસિક ઘટના છે કારણ કે હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. નાયબ સિંહ સૈની સાથે, 10 થી 12 મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે 5 ઓક્ટોબરે હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 90 માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.