પક્ષીપ્રેમી પૂર્ણિમા દેવી ટાઇમની વુમેન ઓફ ધ યરની યાદીમાં સામેલ
ટાઈમ્સ વુમન ઓફ ધ યર 2025: ટાઈમ મેગેઝીને પૂર્ણિમા દેવી બર્મનને વર્ષ 2025ની પવૂમેન ઓફ ધ યરથની યાદીમાં સામેલ કરી છે. તેમણે ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક પક્ષીના સંરક્ષણ માટે લગભગ 20 હજાર મહિલાઓની ટીમ તૈયાર કરી છે. 13 મહીલાની યાદીમાં અભિનેત્રી નિકોલ કીડમેન અને 70 પુરૂષોના બળાત્કારનો ભોગ બન્યા પછી યૌન હિંસાની ઝુંબેશમાં જોડાયેલી ફ્રાંસની ગિસેલ પેલિકોટ સામેલ છે.
આસામના કામરૂૂપ જિલ્લાનું દાદરા ગામ. વર્ષ 2007. પૂર્ણિમા દેવી બર્મનનો ફોન આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે ગામમાં એક જગ્યાએ એક ઝાડ કાપવામાં આવી રહ્યું છે. જ્યારે પૂર્ણિમા ત્યાં પહોંચી તો તેણે જોયું કે એક પક્ષીનો માળો જમીન પર પડેલો હતો. આ માળો ગ્રેટર એડજ્યુટન્ટ સ્ટોર્ક (ગરુડ) બચ્ચાનો હતો. જે ભવિષ્યમાં લુપ્ત થવાના આરે છે.
આના પર પૂર્ણિમાએ પોતાનો વાંધો નોંધાવ્યો હતો. તેણે પૂછ્યું કે આવું શા માટે કરવામાં આવી રહ્યું છે.
ઝાડ કાપનારાએ તેમને કહ્યું કે આ પક્ષી ખરાબ શુકન છે. તે એક જીવાત છે અને રોગો ફેલાવે છે. પૂર્ણિમાએ આ નિવેદનોનો સખત વિરોધ કર્યો હતો. જેના કારણે તેને પડોશીઓની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો.
બધાએ તેને ઘેરી લીધી. બૂમો પાડવાનું અને સીટી વગાડવાનું શરૂૂ કર્યું. પરંતુ બર્મને એ પક્ષીઓ બચાવી લીધા હતા એ સમયે ત્યાં આ પ્રકારના પક્ષીઓની સંખ્યા 450 જેટલી હતી.
કચરાના ઢગલા પાસે રહેવાની વૃત્તિને કારણે આ પક્ષીને હરગીલા અથવા હાડકાં ગળી કહેવાય છે. તે સમયે પૂર્ણિમા તેની બે નવજાત જોડિયા દીકરીઓ વિશે વિચારતી હતી. તેની પુત્રીઓની જેમ, પક્ષીઓના બચ્ચા પણ નાના હતા. બર્મન કહે છે કે તે પહેલીવાર હતો જ્યારે તેને લાગ્યું કે કુદરત તેને બોલાવી રહી છે. તે દિવસથી તેણે પોતાનું મિશન શરૂૂ કર્યું. મિશન આ પક્ષીને બચાવવાનું હતું.