ઝારખંડમાં મોટી કરુણાંતિકા!! જળાશયોમાં ડૂબી જવાથી 6 બાળકોના મોત
ઝારખંડમાં મોટી કરુણાંતિકા સર્જાય છે. ઝારખંડમાં ન્હાવા પડતાં છ બાળકોના ડૂબી જતાં મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકોના મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.
ઝારખંડના દેવઘર અને ગઢવા જિલ્લામાં આજે સવારે છ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દેવઘરમાં 3 અને ગઢવા જિલ્લામાં 3 બાળકો ડૂબી ગયા હતા. બાળકોની ઉમર આઠથી નવ વર્ષની હોવાનું કહેવાય છે. બંશીધર નગર ઉંટારીના સબ ડિવિઝનલ પોલીસ અધિકારી સત્યેન્દ્ર નારાયણ સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે બપોરે ડૂબી ગયા હતા. દેવધર અને ગઢવા જિલ્લામાં મૃતક બાળકોનો પરિવાર શોકમગ્ન થઈ ગયો હતો.
પોલીસ આપેલી માહિતી અનુસાર મૃતક બાળકોની ઓળખ સૂરજ ઉરાં (11 વર્ષ), મનીષ મિંજ (13 વર્ષ), ચંદ્રકાંત કુમાર (9 વર્ષ), શિવમ કુમાર (9 વર્ષ) અને દીપક કુમાર (11 વર્ષ) તેમજ વાસુદેવ યાદવના પુત્ર દિવાકર યાદવ તરીકે થઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.