હરિયાણાના પંચકુલામાં મોટી દુર્ઘટના ,સ્કૂલ બસ ખાડીમાં પડતા 15 બાળકો ઘાયલ
હરિયાણાના પંચકુલાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. પંચકુલામાં એક સ્કૂલ બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં 15 બાળકો ઘાયલ થયા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કે સ્કૂલ બસ પંજાબથી આવી રહી હતી, પરંતુ રસ્તામાં બસ ખાઈમાં પડી ગઈ અને આ એક મોટી દુર્ઘટના બની. ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.
બસ ચાલકનો પગ ભાંગી ગયો
મળતી માહિતી મુજબ આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે બાળકો મોર્ની હિલ્સની મુલાકાત લેવા જઈ રહ્યા હતા. ત્યારે બસના ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બસ ખાઈમાં પડી હતી, અકસ્માત બાદ બસ ચાલકના બંને પગ તૂટી ગયા હતા. બસ ડ્રાઈવરને સારવાર માટે ચંદીગઢ પીજીઆઈ મોકલવામાં આવ્યો છે. અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ બાળકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક બાળકો ગંભીર રીતે ઘાયલ પણ છે, જેમને ડોક્ટરે પંચકુલાના સેક્ટર-6 સ્થિત હોસ્પિટલમાં સારવાર માટે રિફર કર્યા છે.
આ અકસ્માત ટીક્કર તાલ રોડ પર થલ ગામ પાસે થયો હતો
પ્રાથમિક તપાસ બાદ અકસ્માત અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે આ તમામ બાળકો પંજાબના માલેરકોટલાની નનકાના સાહિબ સ્કૂલના હતા, જેઓ સ્ટાફના સભ્યો સાથે મુલાકાત કરવા પંચકુલાના મોર્ની હિલ્સ જઈ રહ્યા હતા. દરમિયાન બસ ટીક્કર તાલ રોડ પર થલ ગામ નજીક પહોંચી કે અચાનક બસ પલટી ખાઈ ગઈ હતી. ઘટના દરમિયાન બાળકોમાં ચીસો મચી ગઈ હતી. બસમાં બધાએ બાળકોને બહાર કાઢ્યા. દરમિયાન, એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી અને બધાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.