રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નીટ પેપર લીક કાંડમાં મોટો ખુલાસો, 150 છાત્રોએ રૂા.60 લાખ લેખે પેપર ખરીદ્યા

11:15 AM Jul 25, 2024 IST | admin
Advertisement

માસ્ટર માઇન્ડ સંજીવ મુખિયા હજુ પણ ઈઇઈંની પકડથી બહાર

Advertisement

નીટ પેપર લીકની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇ એક પછી એક મામલાના તળિયે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. આ સંદર્ભે અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ઉમેદવારોએ 35 થી 60 લાખ રૂૂપિયા આપીને પ્રશ્નપત્રો ખરીદ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના ઉમેદવારોએ 35 થી 45 લાખ રૂૂપિયામાં પેપર ખરીદ્યા હતા. જ્યારે અન્ય રાજ્યોના ઉમેદવારોને 55 થી 60 લાખ રૂૂપિયામાં પેપર આપવાનું નક્કી કરાયું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અત્યાર સુધીમાં 150 જેટલા ઉમેદવારોએ પ્રશ્નપત્ર મેળવ્યા હતા. આમાંથી કેટલાકનું પરીક્ષા કેન્દ્ર ઝારખંડના હજારીબાગમાં અને કેટલાકનું મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં હતું. ગુજરાતના ગોધરામાં અને બિહારની રાજધાની પટનામાં કેટલાક ઉમેદવારોના પરીક્ષા કેન્દ્રો હતા.

સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (સીબીઆઇ)ની ટીમ પણ તે સેટિંગની તપાસમાં વ્યસ્ત છે કે જેના કારણે આ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા અથવા પેપર લીક ગેંગ દ્વારા આ કેન્દ્રોના પસંદગીના વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર મોકલવામાં આવ્યા હતા. પેપર લીક થયા બાદ પ્રશ્નપત્ર મેળવનાર 150 વિદ્યાર્થીઓમાંથી 80 થી 90 જેટલા ઉમેદવારોને સારો રેન્ક મળ્યો નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા સમગ્ર પેપર લીક કેસની તપાસ બિહાર પોલીસની આર્થિક અપરાધ શાખા દ્વારા કરવામાં આવી રહી હતી. જો કે, પાછળથી કેન્દ્ર તરફથી સૂચના મળતાં, સમગ્ર એપિસોડની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

પેપર લીક કેસની તપાસમાં એક મહિના જેટલો સમય થવાનો છે. પરંતુ હજુ સુધી માસ્ટર માઈન્ડની ઓળખ થઈ શકી નથી. આ કેસનો કિંગપીન કહેવાતો સંજીવ મુખિયા ફરાર છે. જોકે, તેના સાગરિતો અને સહયોગીઓ સીબીઆઈની કસ્ટડીમાં છે, જેમાં રોકી અને ચિન્ટુનો સમાવેશ થાય છે. એવો આરોપ છે કે રોકીએ ઝારખંડના હજારીબાગની ઓએસિસ સ્કૂલમાં જઈ રહેલા નીટના પેપર્સ બહાર કાઢ્યા હતા અને પછી ચિન્ટુ દ્વારા પેપર બિહાર મોકલ્યા હતા. ચિન્ટુ સંજીવ મુખિયાની ભત્રીજીનો પતિ છે. ગઊઊઝ પેપર લીક કેસના મોટાભાગના આરોપીઓ નવાદા જિલ્લાના રહેવાસી છે.

Tags :
indiaindia newsneetpeparpeparleak
Advertisement
Next Article
Advertisement