રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોટા અધિકારીના લાડલાની કરતૂત!! ગર્લફ્રેન્ડથી છુટકારો મેળવવા SUVથી કચડી નાખવાનો કર્યો પ્રયાસ

11:26 AM Dec 16, 2023 IST | Bhumika
Advertisement

જ્યારે પૈસા અને સત્તાનો નશો માથા પર ચઢે છે ત્યારે માણસને સાચા ખોટાની સમજ રેહતી નથી અને તે જાનવર બની જાય છે. આવો જ એક કિસ્સો મુંબઈને અડીને આવેલા થાણે વિસ્તારમાંથી સામે આવ્યો છે. જ્યાં પૈસા અને સત્તાના નશામાં ધૂત મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના MDના પુત્ર અશ્વજીત ગાયકવાડે પોતાની જ ગર્લફ્રેન્ડને કારથી કચડીનેહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી પ્રિયા સિંહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેના શરીરના અનેક ભાગો પર ગંભીર ઈજાઓ પહોંચી છે.

Advertisement

પોલીસના જણાવ્યા અનુસાર, અશ્વજીત પરિણીત હતો અને તેણે આ હકીકત તેની ગર્લફ્રેન્ડથી છુપાવી હતી. આરોપ છે કે 11 ડિસેમ્બરે પ્રિયા સિંહે બોયફ્રેન્ડ અશ્વજીતને તેની પત્ની સાથે જોયો હતો. આ પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અશ્વજીત અને તેના ત્રણ મિત્રો રોમિલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કેએ પહેલા પ્રિયાને માર માર્યો હતો. આ પછી તેને કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, મુંબઈમાં રહેતી 26 વર્ષની પ્રિયા સિંહ ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુઝર છે. તેના લાખો ફોલોઅર્સ છે. પ્રિયા સિંહ મહારાષ્ટ્રના MSRDCના MDના પુત્ર અશ્વજીત ગાયકવાડ સાથે રિલેશનશિપમાં હતી. પ્રિયાએ આરોપ લગાવ્યો છે કે અશ્વજીત પહેલેથી જ પરિણીત હતો, તેણે આ હકીકત મારાથી છુપાવી હતી. તેણે મને પહેલાં ક્યારેય અસલામતીનો અનુભવ કરાવ્યો નથી. તે મને કહેતો હતો કે હું તારી સાથે જ લગ્ન કરીશ. હું અલગ છું. મારા છૂટાછેડા થઈ ગયા છે.

આ પછી, જ્યારે મેં 11 ડિસેમ્બરે અશ્વજીત સાથે વાત કરી તો તેણે કહ્યું કે હું એક મિત્ર સાથે એક કાર્યક્રમમાં ગયો હતો. પ્રિયાએ જણાવ્યું કે આ પછી હું સોમવારે સવારે લગભગ સાડા ચાર વાગ્યે ઘોડબંદર રોડ પરની એક હોટલ પાસે પહોંચી. અશ્વજીત તેની પત્ની સાથે ત્યાં પહેલેથી જ હાજર હતો. તેણે વિચાર્યું પણ નહીં હોય કે હું અચાનક ત્યાં પહોંચી જઈશ, આ કારણે તે નર્વસ થઈ ગયો. મેં તેને ત્યાં કશું કહ્યું નહીં. હું ત્યાંથી બહાર આવી અને જોર જોરથી રડવા લાગી. હું તેની સાથે વાત કરવા માંગતી હતી. જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેણે દલીલ કરવાનું શરૂ કર્યું. હું ઈચ્છતી હતી કે તે આવીને મારી સાથે આ વિશે વાત કરે.

પ્રિયા સિંહનો આરોપ છે કે અશ્વજીત અને તેના મિત્રોએ તેની સાથે મારપીટ કરી હતી. જેના કારણે મને ઘણી ઈજાઓ થઈ. આ પછી SUV કાર વડે તેને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે હું પડી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થઇ. આરોપ છે કે અશ્વજીત અને તેના ત્રણ મિત્રો રોમિલ, પ્રસાદ પાટીલ અને સાગર શેલ્કેએ પહેલા પ્રિયા પર હુમલો કર્યો હતો. આ પછી તેને કાર વડે કચડીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસે ગુનો નોંધ્યો

પરંતુ હજુ સુધી આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.આ પછી પ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર ઈજાઓની તસવીરો સાથે ઘટનાની સંપૂર્ણ માહિતી શેર કરી હતી. પોલીસે જણાવ્યું કે પીડિતા પ્રિયા સિંહે ઘટના વિશે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને સમગ્ર ઘટનાની વાર્તા લખી. આ પછી આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ પ્રિયાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મીડિયા સાથે વાત કરતા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે. આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

પોલીસે જણાવ્યું કે 26 વર્ષીય પ્રિયા સિંહ ગંભીર રીતે ઘાયલ છે. પ્રિયાના બોયફ્રેન્ડ અશ્વજીત ગાયકવાડે થાણે શહેરની એક હોટલ પાસે પ્રિયાને કાર વડે કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના 11મી ડિસેમ્બરે બની હતી. પોલીસે આરોપી અશ્વજિત ગાયકવાડ અને અન્ય બે સામે ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 323 (ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી), 279 (રેશ ડ્રાઈવિંગ), 504 (નિયમોનું ઉલ્લંઘન કરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ કેસ નોંધ્યો છે.

પ્રિયાએ કહ્યું કે અશ્વજીત ઘણા દિવસોથી મારાથી ભાગી રહ્યો હતો. જ્યારે હું ત્યાં ઘોડબંદર રોડ પરની હોટલ પર પહોંચ્યો ત્યારે સર્વિસ રોડ પર તેની સાથે ઝઘડો શરૂ થયો. આ દરમિયાન તેઓ બધા નશામાં હતા. તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો. આ પછી મારપીટ કરીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પ્રિયાએ તેની આખી ઘટના ઈન્સ્ટાગ્રામ પર વર્ણવી અને ઈજાઓની તસવીરો શેર કરી. પ્રિયાએ કહ્યું કે હું બાળપણથી મુંબઈમાં રહું છું. મને અહીંની પોલીસ પર વિશ્વાસ છે કે મને ન્યાય મળશે.

Tags :
Ashwajit Gaekwadecrimecrime newsgirlfriendindiaindia newsMaharashtraMumbaiMumbai newsmurder
Advertisement
Next Article
Advertisement