ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો, ટી-20 વર્લ્ડ કપમાંથી મોહમ્મદ શમી બહાર
- સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામેની શ્રેણીમાં પુનરાગમન કરશે
1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ શરુ થવાનો છે જોકે ભારતીય ટીમનું એલાન બાકી છે પરંતુ તે પહેલા ભારતીય ટીમનો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર બોલર અને વન-ડે વર્લ્ડકપના હીરો રહેલા મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડકપ બહાર થઇ ગયો છે. શમી હવે સપ્ટેમ્બરમાં રમાનારી બાંગ્લાદેશ સામેની શ્રેણી દરમિયાન સીધો જ પુનરાગમન કરી શકે છે. ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે.
આ પ્રવાસમાં ટીમને બે ટેસ્ટ મેચ પણ રમવાની છે. એટલે કે હવે સપ્ટેમ્બર પહેલા શમી ફિટ નહીં હોય. આ કારણે તેને ટી-20 વર્લ્ડ કપ 2024માંથી પણ બહાર કરી શકાય છે.આ પહેલા શમી આઈપીએલ 2024માંથી પણ બહાર થઈ ગયો છે. તે આ આખી સિઝનમાં બહાર રહ્યો છે. તેના વિશે ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે કહ્યું હતું કે, શમી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવાનો છે. તેના જવાથી ગુજરાતની ટીમને આંચકો લાગ્યો હતો. મોહમ્મદ શમી ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. હવે ટી-20 વર્લ્ડ કપમાં તેની ગેરહાજરી ટીમને મોટો ફટકો આપી શકે છે.
એક્સિડન્ટ બાદ ઋષભ પંત આઈપીએલમાં રમવા તૈયાર છે. ગઈઅએ તેને ફિટ જાહેર કર્યો છે. જો કે તેની વિકેટ કીપિંગ અંગે હજુ પણ શંકા છે. પંતની વાપસી વિશે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આ વખતે પંત બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે, પરંતુ હવે જોવાનું એ છે કે તે ઈંઙક 2024માં વિકેટ કીપિંગ કરતો જોવા મળશે કે પછી માત્ર બેટિંગ કરશે.