બાંગ્લાદેશી શરણાર્થીઓ માટે બંગાળના દ્વારા ખુલ્લા: મમતા
બાંગ્લાદેશમાં અનામત પર ચાલી રહેલી હિંસાની વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, જો નિ: સહાય લોકો બંગાળનો દરવાજો ખટખટાવશે તો અમે તેને આશરો આપીશું. કારણ કે સંયુક્ત રાષ્ટ્રન એક પ્રસ્તાવ છે, જો કઈ શરણારાર્થી છે તો આજુબાજુના વિસ્તારમાં તેને આશરો આપીશું. થોડી વારમાં ટ્વીટ કરીને મમતાએ પણ આ વાત કહી દીધી.
કોલકાતામાં તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસ રેલીમાં મમતાએ કહ્યું કે, મારે બાંગ્લાદેશના મામલા પર ન બોલવું જોઈએ કેમ કે તે એક સંપ્રભુ રાષ્ટ્ર છે અને આ મુદ્દા પર જે કંઈ પણ કહેવાવું જોઈએ તે કેન્દ્ર સરકારનો વિષય છે.
પણ હું આપને એ વાત કહી શકું છું કે જો સંકટમાં ફસાયેલા લોકો બંગાળના દરવાજો ખટખટાવશે તો અમે તેને જરૂરથી શરણ આપીશું. આવું એટલા માટે છે, કેમ કે સંયુક્ત રાષ્ટ્રનો એક પ્રસ્તાવ છે, જે કહે છે કે આશંત વિસ્તારના લોકોને આજુબાજુના વિસ્તારોએ શરણ આપવું જોઈએ.
થોડી વાર બાદ તેમણે ટ્વિટ પણ કર્યું. લખ્યું કે સંકટગ્રસ્ત બાંગ્લાદેશના સૈકડો વિદ્યાર્થી અને અન્ય લોકો પશ્ચિમ બંગાળ અને ભારત પાછા આવી રહ્યા છે. હું મારા રાજ્ય પ્રશાસનને પાછા આવતા તમામને મદદ આપવા માટે કહ્યું છે. લગભગ 300 છાત્ર આજે હિલી બોર્ડર પર પહોંચ્યા અને તેમાંથી મોટા ભાગના સુરક્ષિત રીતે પોતપોતાની રીતે ઘરે જવા રવાના થઈ ગયા. જો કે તેમાંથી 35ને મદદની જરુર હતી અને તેમને તેમના પાયાની સુવિધા આપી. સંગઠનમાં શક્તિ છે.લોકોને સંયમ જાળવવાની અપીલ કરી.
મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળના જે લોકો બાંગ્લાદેશની હિંસામાં ફસાયેલા છે. તેમને દરેક પ્રકારની મદદ આપવામાં આવી રહી છે. બેનર્જીએ પશ્ચિમ બંગાળના લોકોથી વધારે ઉત્તેજિત ન થવાની અપીલ કરી છે. મમતાએ કહ્યું કે, આપણે સંયમ રાખવું જોઈએ અને તેમને આ મુદ્દા પર કોઈની ઉશ્કેરણી અથવા ઉત્તેજનામાં ન આવવું જોઈએ. ટીમસી પ્રમુખે પાડોશી દેશમાં ચાલી રહેલી હિંસાનો શિકાર બનેલા લોકો સાથે હોવાની વાત કહી છે. બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામત વ્યવસ્થામાં સુધાર લાવવાની માગને લઈને કેટલાય દિવસથી પ્રદર્શન થઈ રહ્યા છે. સ્થિતિ બગડતા શનિવારે આખા દેશમાં કડક કર્ફ્યૂ લગાવી દીધા હતા. સૈન્ય ફોર્સે રાષ્ટ્રીય રાજધાની ઢાકામાં પેટ્રોલિંગ કરી રહી છે.