For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અટારી-વાઘા બોર્ડર પર ફરી બીટિંગ રિટ્રીટ શરૂ

11:23 AM May 20, 2025 IST | Bhumika
અટારી વાઘા બોર્ડર પર ફરી બીટિંગ રિટ્રીટ શરૂ

દેશની સરહદ પર તણાવ ભલે ગમે તેટલો હોય, પણ અટારી-વાઘા બોર્ડર પરનો દેશપ્રેમનો જુસ્સો ક્યારેય ઓછો નથી થતો! ઓપરેશન સિંદૂર બાદ 12 દિવસ માટે રોકાયેલો ભારત અને પાકિસ્તાનની સેનાઓનો બીટિંગ રિટ્રીટ સમારોહ આવતીકાલથી ફરી શરૂૂ થવા જઈ રહ્યો છે. જો કે, આ વખતે એક નાનો ફેરફાર જોવા મળશે. ભારતીય પક્ષે નક્કી કર્યું છે કે સમારોહ તો થશે, પણ સરહદના દરવાજા બંધ રહેશે અને પાકિસ્તાની રેન્જર્સ સાથે પરંપરાગત રીતે હાથ મિલાવવામાં નહીં આવે! એક તરફ સરહદ પર તણાવની સ્થિતિ છે, તો બીજી તરફ પંજાબ સરકારે ખેડૂતો માટે રાહતના સમાચાર આપ્યા છે.

Advertisement

સરહદ પર કાંટાળા તારની બીજી બાજુ ખેતી કરતા ખેડૂતો માટે આવતીકાલથી દરવાજા ખોલવામાં આવશે. પંજાબ સરકારના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલે ખુદ અજનાલા બોર્ડર આઉટપોસ્ટ શાહપુરની મુલાકાત લીધી અને ઇજઋના જવાનોને મીઠાઈઓ તથા ફળો આપીને તેમનો જુસ્સો વધાર્યો. તેમણે કહ્યું કે દેશને પોતાના જવાનો પર ગર્વ છે અને જરૂૂર પડ્યે પંજાબ સરકાર અને ખેડૂતો હંમેશા તેમની સાથે ખડેપગે રહેશે. તેમણે BSF અધિકારીઓ સાથે ખેડૂતોની સમસ્યાઓ પર પણ ચર્ચા કરી અને આવતીકાલથી ખેડૂતોને તેમના ખેતરોમાં રાબેતા મુજબ જવા દેવાની જાહેરાત કરી.

તો, આવતીકાલ સાંજથી અટારી-વાઘા બોર્ડર ફરી એકવાર દેશભક્તિના રંગે રંગાશે, જ્યાં લાખો લોકો પભારત માતા કી જયથના નારા લગાવતા જોવા મળશે. ભલે આ વખતે હાથ મિલાવવાની પરંપરા તૂટશે, પણ દેશના જવાનોનો જુસ્સો અને લોકોનો પ્રેમ પહેલા જેવો જ અકબંધ રહેશે!

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement