કપિલ સિબ્બલ હોય કે શશી થરૂર, નેતાગીરીની હા જી હા ન કરનારાનું કોંગ્રેસમાં સ્થાન નથી
કોંગ્રેસના સીનિયર નેતા અને કેરળના તિસ્વનંતપુરમના સાંસદ શશિ થરૂૂરે કોંગ્રસમાં પોતાની ભૂમિકા અંગે સવાલ કરતાં કોંગ્રેસમાં પાછું ડખાપંચક શરૂૂ થયું છે. શશિ થરૂૂર દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા ત્યારે કોંગ્રેસમાં તેમને હાંસિયામાં ધકેલી દેવાયા હોવાનો બળાપો કાઢીને ભારે નારાજગી વ્યક્ત કરી. થરૂૂરે રાહુલને કહ્યું છે કે તેમને સંસદમાં મહત્ત્વપૂર્ણ ચર્ચાઓમાં બોલવાની તક મળી રહી નથી અને પાર્ટીમાં તેમની અવગણના કરવામાં આવી રહી છે. આ કારણે કોંગ્રેસમાં પોતાની ભૂમિકા અંગે મૂંઝવણમાં છે અને ઇચ્છે છે કે રાહુલ ગાંધી તેમને તેમની ભૂમિકા વિશે સ્પષ્ટપણે જણાવે.
રાહુલ ગાંધી મહેતા મારેય નહીં ને ભણાવેય નહીં એ ટાઈપના નેતા છે તેથી રાહુલ ગાંધીએ થરૂૂરની ફરિયાદનું નિરાકરણ કર્યું નથી. થરૂૂર કોંગ્રેસ છોડશે એ વાતમાં કેટલો દમ છે એ રામ જાણે પણ કોંગ્રેસ હાઈકમાન્ડ અને થરૂૂર વચ્ચે લાંબા સમયથી કોલ્ડ વોર ચાલે જ છે. થરૂૂર સાથે કોંગ્રેસની નેતાગીરીને કોઈને કોઈ વાતે વાંધો પડ્યા જ કરે છે. આ વખતે વાંધો પડવાનું કારણ થરૂૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કરેલી પ્રશંસા છે. શશિ થરૂૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતની પ્રશંસા કરી હતી ને તેના કારણે કોંગ્રેસના કેટલાક નેતાઓની બળી ગઈ હતી. કોંગ્રેસની નેતાગીરી સંકુચિત માનસિકતાથી પિડાય છે.
મોદીની ને ભાજપની જરા સરખી પણ પ્રશંસા એ લોકો સહન જ કરી શકતા નથી એ જોયા પછી ખરેખર તો કોંગ્રેસની નેતાગીરીની દયા આવે છે. એ લોકો એવું જ માને છે કે, વિપક્ષ તરીકે તેમની ભૂમિકા મોદી અને ભાજપની ટીકા જ કરવાની છે. વખાણનો તો એક શબ્દ પણ ના નીકળવો જોઈએ. કોંગ્રેસની આ માનસિકતાનું તાજું ઉદાહરણ બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને 12 લાખ રૂૂપિયા કરાઈ એ અંગે કોંગ્રેસનું વલણ છે. મોદી સરકારે મધ્યમ વર્ગને બહુ મોટી રાહત આપી છે તેની પ્રશંસા કરવાના બદલે કોંગ્રેસે તેની પણ ટીકા કરેલી.
વાસ્તવમાં કોઇ રાજકીય પક્ષને સ્વતંત્ર વિચારશક્તિ ધરાવતા બૌદ્ધિકો મળતા નથી. નેતાગીરીની હાજી હા કરનારા પદ મેળવે છે. કપિલ સિબ્બલ પણ આવું જ વ્યક્તિત્વ ધરાવતા હતા અને આખરે તેમને કોંગ્રેસમાંથી રાજીનામું આપવુન પડયું.