For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

BCCIએ જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સનું લીસ્ટ:  ઈશાન કિશન અને શ્રેયર અય્યર બહાર, આ ખેલાડી  નંબર વન પર

06:51 PM Feb 28, 2024 IST | Bhumika
bcciએ જાહેર કર્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પ્લેયર્સનું લીસ્ટ   ઈશાન કિશન અને શ્રેયર અય્યર બહાર  આ ખેલાડી  નંબર વન પર

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 3-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાના આ જોરદાર પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી જાહેરાત કરી છે. BCCIએ આ વર્ષ માટે ખેલાડીઓના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે, જેમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. બોર્ડ દ્વારા 28 ફેબ્રુઆરી, બુધવારે વાર્ષિક કરારની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં સૌથી મોટા સમાચાર શ્રેયસ અય્યર અને ઈશાન કિશનને લઈને આવ્યા હતા.બીસીસીઆઈની અનેક વિનંતીઓ છતાં રણજી ટ્રોફી ન રમવા બદલ બંને ખેલાડીઓને સજા કરવામાં આવી છે.તેમણે 28મી ફેબ્રુઆરીએ આ કરાર કર્યો હતો. સતત પ્રદર્શન કરી રહેલા યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલને પ્રથમ વખત કોન્ટ્રાક્ટ મળ્યો છે.

Advertisement

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ટીમ ભારતનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓને દર વર્ષે 12 મહિનાનો કોન્ટ્રાક્ટ આપે છે, જેના હેઠળ તેમને એક નિશ્ચિત રકમ મળે છે, પછી ભલે તેઓ તે વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે કે ન રમે. BCCIએ તેમને 4 ગ્રેડમાં વિભાજિત કર્યા છે - A+, A, B અને C. ટોચ પર A+ છે, જેમાં એકને દર વર્ષે રૂ. 7 કરોડ મળે છે, જ્યારે Aમાં ખેલાડીઓને રૂ. 5 કરોડનો પગાર મળે છે. જ્યારે B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ અને C ગ્રેડના ખેલાડીઓને 1 કરોડ રૂપિયા મળે છે.

A+ ગ્રેડ
આ ગ્રેડમાં 4 સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓ છે, જેઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે અને સતત ટીમનો ભાગ છે. આ ગ્રેડમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને હજુ પણ માત્ર 4 ખેલાડીઓ છે - રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા.

Advertisement

A ગ્રેડ

આ ગ્રેડમાં 6 ખેલાડીઓ સામેલ છે, જેમાં કેએલ રાહુલ, મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલને પ્રમોશન મળ્યું છે. આ ખેલાડીઓ A ગ્રેડનો ભાગ છે - રવિચંદ્રન અશ્વિન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યા.

B ગ્રેડ

આ ગ્રેડમાં 5 કરોડ રૂપિયાના વાર્ષિક પગાર સાથે 5 ક્રિકેટર છે, જેમાં સૌથી નવા પ્રવેશનાર યશસ્વી જયસ્વાલ છે. યશસ્વીને પહેલી વાર કોન્ટ્રાક્ટ મળ્યો અને સીધો B ગ્રેડમાં સ્થાન મળ્યું. જ્યારે ઋષભ પંત અને અક્ષર પટેલ ડિમોટ થયા બાદ અહીં આવ્યા છે - સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશસ્વી જયસ્વાલ.

C ગ્રેડ

આ સૌથી ઓછા પગારના ગ્રેડમાં કુલ 15 ખેલાડીઓને સ્થાન મળ્યું છે, જેમાંથી ઉમેશ યાદવ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર જેવા ગત વર્ષના ખેલાડીઓને બાકાત રાખવામાં આવ્યા છે. જ્યારે રજત પાટીદાર, રિંકુ સિંહ, તિલક વર્મા જેવા નવા ખેલાડીઓને તક મળી છે. આ 15 ખેલાડીઓ છે- રિંકુ સિંહ, તિલક વર્મા, રૂતુરાજ ગાયકવા, શાર્દુલ ઠાકુર, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, જીતેશ શર્મા, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કેએસ ભરત, પ્રસીદ કૃષ્ણા, અવેશ ખાન અને રજત પાટીદાર. .

ઝડપી બોલિંગ કરાર

આ સિવાય બીસીસીઆઈએ ફાસ્ટ બોલરોને સદ્ધર બનાવવા માટે 5 ખેલાડીઓને ખાસ કોન્ટ્રાક્ટ પણ આપ્યા છે. બોર્ડે તેની અખબારી યાદીમાં જણાવ્યું કે પસંદગી સમિતિની ભલામણના આધારે 5 ખેલાડીઓને ઝડપી બોલિંગનો કરાર આપવામાં આવ્યો છે, જેમાં ઉમરાન મલિક, આકાશ દીપ જેવા નામ સામેલ છે. આ ખેલાડીઓને ફિક્સ વાર્ષિક પગાર પણ મળશે પરંતુ BCCIએ હજુ સુધી આ રકમનો ખુલાસો કર્યો નથી. આ 5 બોલરો તેમાં સામેલ છે - ઉમરાન મલિક, આકાશ દીપ, વિજયકુમાર વૈશાક, વિદ્વપ કવેરપ્પા અને યશ દયાલ.

Advertisement
Tags :
Advertisement
Advertisement