For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસ પ્રત્યે બેનરજીની મમતા: 5 સીટ ઓફર કરી

06:46 PM Feb 05, 2024 IST | Bhumika
કોંગ્રેસ પ્રત્યે બેનરજીની મમતા  5 સીટ ઓફર કરી

લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષોએ કવાયત શરૂૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે બંગાળમાં ઝખઈ અને કોંગ્રેસ વચ્ચે કમઠાણ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નરમ વલણ અપનાવ્યું છે અને કોંગ્રેસને 5 સીટોની ઓફર કરી છે. જેના પર ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. કોંગ્રેસ અને ઝખઈ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને ઘણા દિવસોથી ધમાલ ચાલી રહી હતી.
હવે એવી ચર્ચા છે કે, મમતાએ કોંગ્રેસને રાજ્યની પાંચ બેઠકો પર ચૂંટણી લડવાની ઓફર કરી છે. બંને પક્ષો માને છે કે જો તેઓ સાથે મળીને લડશે તો કોંગ્રેસના ડાબેરીઓના વોટ ભાજપને જઈ શકે છે. આવી સ્થિતિમાં કેરળની તર્જ પર પરસ્પર સહમતિથી સામસામે લડવું વધુ સારું છે, જેથી ભાજપની તરફેણમાં જતા મતો વિભાજિત થાય.

Advertisement

આ પહેલા મમતા બેનર્જીએ કોંગ્રેસને 2 સીટો પર ચૂંટણી લડવા કહ્યું હતું.આ એ જ બે બેઠકો હતી જેના પર કોંગ્રેસ જીતી હતી. પરંતુ કોંગ્રેસ આ વખતે સહમત નથી. આ દરમિયાન બંને પક્ષો તરફથી એકબીજા વિરુદ્ધ બોલાચાલી પણ તેજ બની હતી. આ દરમિયાન મમતા બેનર્જીએ આક્રમકતા દર્શાવતા, ભારત ગઠબંધનથી અલગ થવાનો અને લોકસભાની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement