રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હનુમાન ફિલ્મની કમાણીનો બજરંગ કૂદકો, 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડયો

12:56 PM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

સાઉથ ઈન્ડસ્ટ્રી માટે વર્ષની શરૂૂઆત ખૂબ જ સારી થઈ છે. એવું એટલા માટે કારણ કે ફક્ત 25 કરોડમાં બનેલી હનુમાને બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. પ્રશાંત વર્મા પહેલા જ હનુમાનની સીક્વલની જાહેરાત કરી ચુક્યા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વાળા દિવસે જ એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. પિક્ચરના ઓટીટી રાઈટ્સ પણ વેચાઈ ચુક્યા છે અને ઓટીટીની રિલીઝ ડેટ પણ સામે આવી ચુકી છે. તેમ છતાં દુનિયાભરમાં ફિલ્મ શાનદાર વ્યાપાર કરી રહી છે.તેજા સજ્જાની હનુમાને દુનિયાભરથી 279 કરોડનો વ્યાપાર કરી લીધો છે. ટૂંક સમયમાં જ ફિલ્મ 300 કરોડના ક્લબમાં એન્ટ્રી કરી શકે છે. તેની વચ્ચે ફિલ્મે એક મોટુ માઈલસ્ટોન પોતાના નામે કરી લીધુ છે. આ ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર આઠમી ટોલીવુડ ફિલ્મ બની ગઈ છે. તેણે અલા વૈકુંઠપુરમુલુને પાછળ છોડી દીધી છે.હનુમાને 92 વર્ષ જુનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રિપોર્ટ અનુસાર તેજા સજ્જાની હનુમાન સંક્રાતિ પર રિલીઝ થયા બાદ બ્લોકબસ્ટર સાબિત થઈ છે. આ ફિલ્મનું ચોથુ અઠવાડિયું છે અને ફિલ્મ સતત સારૂૂ પ્રદર્શન કરતી જઈ રહી છે.

Advertisement

Tags :
Hanuman filmindiaindia news
Advertisement
Next Article
Advertisement