For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારતીયોની સરેરાશ ઉંમર, માથાદીઠ આવક વધી

11:37 AM Mar 15, 2024 IST | Bhumika
ભારતીયોની સરેરાશ ઉંમર  માથાદીઠ આવક વધી
  • યુએનના વિકાસ સૂચકાંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવી ગયું

ભારતમાં લોકોની સરેરાશ ઉંમર હવે વધી છે. હવે દેશમાં લોકોની સરેરાશ ઉંમર 67.7 વર્ષ થઈ ગઈ છે જે અત્યાર સુધી 62.7 વર્ષ હતી. આ સિવાય ભારતની કુલ રાષ્ટ્રીય આવકમાં પણ વધારો થયો છે. દેશમાં માથાદીઠ આવક વધીને 6951 થઈ ગઈ છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંકમાં ભારત 193 દેશોમાંથી 134માં સ્થાને છે. ગયા વર્ષ કરતાં આ વધુ સારું છે.

Advertisement

માનવ વિકાસની સારી સ્થિતિને કારણે ભારત આ વખતે મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવી ગયું છે. આ સિવાય આ વખતે ભારતે લિંગ અસમાનતા સૂચકાંકમાં પણ પ્રગતિ દર્શાવી છે.સંયુક્ત રાષ્ટ્રએ પણ ભારતની આ પ્રગતિની પ્રશંસા કરી છે. યુએનએ ભારતની સ્થિતિમાં આ સુધારાને શાનદાર ગણાવ્યો છે. યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના ક્ધટ્રી રિપ્રેઝન્ટેટિવ કેટલીન વિસેને જણાવ્યું હતું કે, ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં માનવ વિકાસમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. 1990થી, જન્મ સમયે આયુષ્યમાં 9.1 વર્ષનો વધારો થયો છે, શાળામાં અભ્યાસના અપેક્ષિત વર્ષોમાં 4.6 વર્ષનો વધારો થયો છે. વધારો થયો છે અને શાળાના સરેરાશ વર્ષોમાં 3.8 વર્ષનો વધારો થયો છે.

માનવ વિકાસ અહેવાલ 2023-2024 સૂચકાંક, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ- UNDP દ્વારા એક અહેવાલ, ભારતમાં લિંગ અસમાનતામાં ઘટાડો દર્શાવે છે. UNDPએ લિંગ અસમાનતા સૂચકાંક 2022 બહાર પાડ્યો છે. રિપોર્ટ અનુસાર, 0.437ના સ્કોર સાથે લિંગ અસમાનતા સૂચકાંક (GII)) 2022માં 193 દેશોમાંથી ભારત 108મા ક્રમે છે.
લિંગ અસમાનતા સૂચકાંક 2021માં ભારત 0.490ના સ્કોર સાથે 191 દેશોમાંથી 122મા ક્રમે છે.રિપોર્ટ GII 2021ની સરખામણીમાં GII2022માં 14 ક્રમનો નોંધપાત્ર ઉછાળો દર્શાવે છે. છેલ્લા 10 વર્ષોમાં, GIIમાં ભારતનું રેન્કિંગ સતત સુધર્યું છે, જે દેશમાં લિંગ સમાનતા હાંસલ કરવામાં પ્રગતિશીલ સુધારો દર્શાવે છે. વર્ષ 2014માં આ રેન્ક 127 હતો જે હવે 108 થયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement