T-20 વર્લ્ડ કપમાં કોહલીનું પત્તું કાપવા પ્રયાસો, અગરકરને જવાબદારી સોંપાઇ
- મિડલ ઓર્ડરમાં યુવા ખેલાડીઓને તક આપવાનો વ્યૂહ
ટીમ ઈન્ડીયામાં ‘કિંગ કોહલી’ તરીકે જાણીતો વિરાટ કોહલી જુન 2024થી શરુ થઈ રહેલો ટી 20 વર્લ્ડ કપ ન રમે તો નવાઈ નહીં. રિપોર્ટમાં ધડાકો કરાયો છે કે ટીમ ઈન્ડીયાના ચીફ સિલેક્ટર અજિત અગરકરને એવું કામ સોંપાયું છે કે તેમણે કોહલીને સમજાવવો જોઈએ કે તે ટી 20 વર્લ્ડ કપમાંથી ખસી જાય જેથી કરીને મીડલ ઓર્ડરમાં બીજા ખેલાડીઓને તક મળી શકે છે. અગરકરે કોહલીને સમજાવ્યો હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.
બીસીસીઆઈ ઈચ્છે છે કે કોહલી ટી 20 વર્લ્ડ કપમાંથી ખસી જાય અને જો તે આવું કરે તો મીડલ ઓર્ડરમાં સૂર્યકુમાર યાદવ, રિંકુ સિંહ, તિલક વર્મા અને શિવમ દૂબે જેવા ખેલાડીઓને તક મળી શકે છે. સૂત્રોએ એવું પણ કહ્યું કે કોહલીએ હજુ સુધી વર્લ્ડ કપમાંથી ખસી જવાનો નિર્ણય લીધો નથી જોકે કોહલી આઈપીએલમાં સારુ પર્ફોમન્સ કરે તો તે ટી 20 વર્લ્ડ કપમાં ટકી રહી શકે છે. બીસીસીઆઈના પસંદગીકારોએ એ વાતની પણ નોંધ લીધી છે કે અફઘાનિસ્તાન ટી 20 સીરિઝ અને વેસ્ટ ઈન્ડીઝ સામેની મેચોમાં પણ કોહલીનું પર્ફોમેન્સ જેવું જોઈએ તેવું રહ્યું નહોતું. આ વાતે પણ તેઓ નારાજ છે. કોહલી આઈપીએલમાં છઈઇ તરફથી રમવાનો છે જોકે હજુ તેણે જોડાવાની જાહેરાત કરી નથી, પુત્રના જન્મને કારણે તે ઈંગ્લેન્ડ સામેની આખી ટેસ્ટ સીરિઝમાંથી પણ બહાર રહ્યો હતો.