રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કોઇપણ હત્યારો ભાજપ પ્રમુખ બની શકે: નિવેદનથી રાહુલ ભીંસમાં

05:36 PM Mar 18, 2024 IST | Bhumika
Advertisement

લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને વધુ એક ઝટકો લાગ્યો છે. ઝારખંડના ચાઈબાસા સ્થિત સાંસદ-ધારાસભ્યની વિશેષ અદાલતે રાહુલ ગાંધીને 27 માર્ચ, 2024ના રોજ શારીરિક રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ ઋષિ કુમારની કોર્ટે રાહુલ ગાંધીની અરજીને ફગાવી દીધી છે અને કોર્ટમાં હાજર રહેવાની સૂચના આપી છે.
મામલો વર્ષ 2018નો છે. તે દરમિયાન નવી દિલ્હીમાં આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં રાહુલે કહ્યું હતું કે ભાજપમાં કોઈપણ ખૂની રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. તે સમયે વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળી રહ્યા હતા. રાહુલના આ નિવેદન સામે ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રતાપ કટિયારે ચાઈબાસાની સીજીએમ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

Advertisement

Tags :
BJPcingressindiaindia newsrahul gandhi
Advertisement
Next Article
Advertisement