ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

'અનુપમા' ફેમ એક્ટર ઋતુરાજ સિંહનું હાર્ટએટેકના કારણે થયું નિધન: 60 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

10:58 AM Feb 20, 2024 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

મનોરંજનની દુનિયામાંથી ખૂબ જ દુઃખદ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ટીવી અભિનેતા ઋતુરાજ સિંહનું નિધન થયું છે. હોસ્ટ અને એક્ટર તરીકે જાણીતા ઋતુરાજ સિંહનું આજે હાર્ટ એટેકથી અવસાન થયું હતું. અભિનેતાએ 59 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અભિનેતાના મૃત્યુના સમાચારથી ફિલ્મ ઉદ્યોગને મોટો આંચકો લાગ્યો છે. 90 ના દાયકામાં ઝી ટીવી પર રિયાલિટી ગેમ શો 'તોલ મોલ કે બોલ' હોસ્ટ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવનાર ઋતુરાજ સિંહે ટીવી પર ઘણી સીરિયલ્સ, ફિલ્મો અને ઓટીટી શોમાં કામ કર્યું હતું.

Advertisement

આ દિવસોમાં અભિનેત્રી રૂપાલી ગાંગુલી ફેમ સિરિયલ 'અનુપમા'માં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હતા. તેમણે 'હિટલર દીદી', 'શપથ', 'વોરિયર હાઇ', 'આહટ ઔર અદાલત', 'દિયા ઔર બાતી', 'યે રિશ્તા ક્યા કહેલાતા' હૈ વગેરે જેવી સિરિયલોમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે.અને તાજેતરમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રાની વેબ સિરીઝ ઈન્ડિયન પોલીસ ફોર્સમાં પણ મજબૂત ભૂમિકામાં જોવા મળ્યો હતો.

અભિનેતાના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દિવંગત અભિનેતા ઋતુરાજે 'યે રિશ્તા ક્યા કહેલાતા' હૈ સહિત અન્ય ઘણા લોકપ્રિય ટીવી શોમાં પણ કામ કર્યું છે. અભિનેતાના અંગત જીવનની વાત કરીએ તો ઋતુરાજ સિંહનું પૂરું નામ ઋતુરાજ સિંહ ચંદ્રાવત સિસોદિયા હતું. તેમનો જન્મ રાજસ્થાનના કોટામાં સિસોદિયા રાજપૂત પરિવારમાં થયો હતો.

Tags :
anupamaEntertainmentEntertainment newsindiaindia newsRituraj SinghRituraj Singh death
Advertisement
Advertisement