દિલ્હીમાં વધુ એક કઠપૂતળી મુખ્યમંત્રી: કામ કરી બતાવશે તો કદ-કાઠી વધશે
દિલ્હીનાં મુખ્ય પ્રધાનપદે અંતે રેખા ગુપ્તાની શપથવિધિ થઈ ગઈ. દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં રેખા ગુપ્તાની સાથે પ્રવેશ વર્મા, આશિષ સૂદ, મનજિંદર સિંહ સિરસા, રવિન્દર ઇન્દ્રરાજ સિંહ, કપિલ મિશ્રા અને પંકજ કુમાર સિંહે પણ શપથ લેતાં દિલ્હીમાં ભાજપની ફૂલ કેબિનેટ કામ કરતી થઈ ગઈ છે. રેખા ગુપ્તાની શપથવિધિ સાથે એક રસપ્રદ વાત એ જોડાયેલી છે કે, રેખા ગુપ્તાએ દિલ્હીનાં સાતમા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા અને દિલ્હીમાં સાત મુખ્ય પ્રધાનમાંથી ચાર મુખ્ય પ્રધાન મહિલા છે. રેખા ગુપ્તા દિલ્હીનાં ચોથા મહિલા મુખ્ય પ્રધાન બન્યાં છે અને દિલ્હી દેશનું એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં પુરૂૂષો કરતાં મહિલા મુખ્ય પ્રધાનની સંખ્યા વધારે છે. મદનલાલ ખુરાના દિલ્હીના પહેલા મુખ્ય પ્રધાન હતા.
ખુરાના પછી સાહિબસિંહ વર્મા અને અરવિંદ કેજરીવાલ એમ કુલ ત્રણ પુરૂૂષ મુખ્ય પ્રધાન આવ્યા ત્યારે સુષમા સ્વરાજ, શીલા દીક્ષિત, આતિશી માર્લેના અને હવે રેખા ગુપ્તા એમ ચોથાં મહિલા મુખ્ય પ્રધાન આવ્યાં છે. આપણા દેશમાં લોકો માટે આ ગર્વની વાત કહેવાય. નાનું તો નાનું પણ આ દેશમાં એક રાજ્ય તો એવું છે કે જ્યાં મહિલાઓને મહત્ત્વ મળ્યું છે. રેખા ગુપ્તાની કેબિનેટના બાકીના સભ્યો પુરૂૂષો જ છે પણ તેમનાં ચીફ મહિલા છે એ સારું છે. મોદીએ સંઘ સામે શરણાગતિ સ્વીકારી હોય તો એ માટેનાં કારણો સ્પષ્ટ છે. એ જ રીતે રેખા ગુપ્તા સંઘની પસંદગી હશે તો એ માટેનાં કારણો હશે.
આપણે એ કારણોની ચર્ચામાં નથી પડતા પણ રેખા ગુપ્તા દિલ્હીમાં ભાજપનો બીજો જે ફાલ છે તેના કરતાં બહેતર પસંદગી સાબિત થઈ શકે છે. દિલ્હીમાં પ્રવેશ વર્મા સહિતના નેતા અતિશય આક્રમક છે કે જેમની પિન હિંદુત્વના મુદ્દા પર ચોંટેલી છે. એ લોકોનું રાજકારણ હિંદુ વર્સીસ મુસ્લિમમાં સમેટાયેલું છે તેથી તેમની પાસેથી દિલ્હીના ઉધ્ધારની અપેક્ષા ના રખાય. વિજેન્દ્ર ગુપ્તા : સહિતના નેતા હાઈકમાન્ડના પપેટ છે તેથી વાત વાતમાં બધું : ઉપર પૂછવા જવાના. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ ટાઈપના આ નેતાઓથી પ્રજાનું કશું ભલું ના થાય. એ લોકો પોતાની ખુરશી : સાચવીને ખુશ રહ્યા કરે પણ તેમાં ભાજપનું કે દેશનું ભલું નથી. રેખા ગુપ્તા પણ વર્તવાનાં તો ભાજપ હાઈકમાન્ડ અને સંઘના પપેટ તરીકે જ છે પણ છતાં તેમની પાસેથી એ રીતે આશા રાખી શકાય કે, તેમનું રાજકારણ સંઘર્ષનું છે તેથી સાવ હવામાં નહીં ઊંડે. માત્ર ઉપર બેઠેલા લોકોને ખુશ રાખવાથી રાજકારણમાં ટકાતું નથી પણ લોકોનાં કામ પણ કરવાં પડે છે.
દિલ્હીમાં રેખા ગુપ્તા પહેલાં જે ત્રણ મહિલા મુખ્ય પ્રધાન આવી તેમાંથી બે મુખ્ય પ્રધાનનો કાર્યકાળ બહુ ટૂંકો હતો. સુષમા સ્વરાજ 50 દિવસ ટકેલાં જ્યારે આતિશી ત્રણ મહિના ગાદી પર રહ્યાં. શીલા દીક્ષિત 15 વર્ષ ટક્યાં કેમ કે શીલાએ મેટ્રો : સહિતની લોકોને ફાયદો કરાવનારી યોજનાઓ અમલમાં મૂકીને દિલ્હીની કાયાપલટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. રેખા પણ શીલાના રસ્તે ચાલશે તો લાંબું ખેંચશે.