દિલ્હીમાં ઇડીના આપના વધુ એક નેતાને ત્યાં દરોડા
- ગોવા કનેકશન ધરાવતા દીપક સિંઘલાને ત્યાં કાર્યવાહી
દિલ્હીમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના દરોડા ચાલુ છે. ઇડીએ આમ આદમી પાર્ટીના પૂર્વ વિધાનસભા ઉમેદવાર દીપક સિંઘલાના ઘરે દરોડા પાડ્યા છે. સિંઘલાએ આમ આદમી પાર્ટીની ટિકિટ પર વિશ્વાસનગરથી ચૂંટણી લડી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ સિંઘલા બીજા આપ નેતા છે જેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. મટિયાલાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુલાબ સિંહ યાદવના ઘરે પણ 23 માર્ચે દરોડા પાડવામાં આવ્યા હતા.
દિલ્હીમાં સિંઘલા સ્વીટના નામથી પ્રખ્યાત મીઠાઈની દુકાનો છે. આમ આદમી પાર્ટીના ખઈઉના સહ-પ્રભારી હોવાની સાથે, તેઓ મહારાષ્ટ્ર અને ગોવામાં પાર્ટીના પ્રભારી પણ છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે ઇડીએ કયા કેસમાં સિંઘલા પર દરોડા પાડ્યા છે. ગોવા સાથેના કનેક્શનને કારણે એવું માનવામાં આવે છે કે દારૂૂના કથિત કૌભાંડ સાથે જોડાયેલા કેસને કારણે દરોડા પડી શકે છે. નોંધનીય છે કે કેન્દ્રીય તપાસ એજન્સીનો દાવો છે કે આમ આદમી પાર્ટીએ દારૂૂ કૌભાંડમાંથી મળેલી લાંચનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના રિમાન્ડ માંગતી વખતે ઇડીએ ઙખકઅ કોર્ટમાં દાવો કર્યો હતો કે હવાલા દ્વારા 45 કરોડ રૂૂપિયા ગોવા મોકલવામાં આવ્યા હતા.