મેડિકલમાં 75000 અને IITમાં 6500 બેઠકો વધારવાની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કેIIT ની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે. આ દ્વારા 6500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. તેવી જ રીતે પટના આઈઆઈટીમાં હોસ્ટેલ અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે 75000 ખઇઇજ બેઠકો વધારવાની પણ જાહેરાત કરી હતી. ગયા બજેટમાં પણ દેશમાં મેડિકલ કોલેજો ખોલવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ ખઇઇજ બેઠકોમાં વધારો કરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાંIIT ની ચર્ચા કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં 23IIT સંસ્થાઓની પ્રવેશ ક્ષમતા 65000થી વધારીને 1 લાખ 35 હજાર કરવામાં આવી છે. હવે દેશમાં 2014પછી શરૂૂ થયેલી 5IIT માં 6500થી વધુ બેઠકો વધારવામાં આવશે. તેમણે બજેટમાંIIT પટનાના વિસ્તરણની પણ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે પટના આઈઆઈટીની સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવશે.
ગયા બજેટમાં ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (MBBS ), સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચર અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનું બજેટ પણ વધારવામાં આવ્યું હતું. જ્યારે 2024-2025માં MBBS નું બજેટ 140 કરોડ રૂૂપિયા નક્કી કરવામાં આવ્યું હતું, તેવી જ રીતે સ્કૂલ ઓફ પ્લાનિંગ એન્ડ આર્કિટેક્ચરનું બજેટ 185.85 કરોડ નક્કી કરવામાં આવ્યું હતું. ઊંટજ ને આપવામાં આવેલી રકમમાં 802 કરોડ રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો તેથી ઊંટજ માટે 9,307 કરોડ રૂૂપિયાનું બજેટ આપવામાં આવ્યું હતું.