અનિલ કપૂરના માતાનું 90 વર્ષની ઉંમરે નિધન
એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા
અભિનેતા અનિલ કપૂરના માતાનું નિધન થયું છે. નિર્મલ કપૂર ઉર્ફે સુચિત્રા કપૂરે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. અભિનેતા અનિલ કપૂરના માતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.
અનિલ કપૂરની માતા આવતા સપ્ટેમ્બર મહિનામાં તેમનો 91 મો જન્મદિવસ ઉજવવાના હતા. પરંતુ તે પહેલાં જ તેમની તબિયત લથડવા લાગી. જે બાદ તેમને કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દાદીના અવસાનના સમાચાર સાંભળીને અભિનેત્રી જાહ્નવી કપૂર તેના કાકા અનિલ કપૂરના ઘરે દોડી ગઈ હતી. આ દરમિયાન અભિનેત્રી ખૂબ જ ભાવુક દેખાઈ રહી હતી. તેણે સફેદ રંગનો ડ્રેસ પહેર્યો છે. જાહ્નવીનો બોયફ્રેન્ડ શિખર પહારિયા પણ તેની સાથે જોવા મળ્યો હતો. જે અભિનેત્રીની સંભાળ રાખતો જોવા મળી રહ્યો છે.
અનિલ કપૂર જ નહીં પરંતુ તેમના ભાઈઓ બોની કપૂર અને સંજય કપૂર પણ તેમની માતાની ખૂબ નજીક હતા. તેમના મૃત્યુથી ત્રણેય ભાઈઓને ખૂબ જ મોટો આઘાત લાગ્યો છે.