For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનિલ અંબાણીને લાગ્યો મોટો ઝટકો, સિક્યોરિટી માર્કેટ પર સેબીએ લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ, 25 કરોડનો દંડ પણ ફટકાર્યો

12:59 PM Aug 23, 2024 IST | Bhumika
અનિલ અંબાણીને લાગ્યો મોટો ઝટકો  સિક્યોરિટી માર્કેટ પર સેબીએ લગાવ્યો 5 વર્ષનો પ્રતિબંધ  25 કરોડનો દંડ પણ ફટકાર્યો
Advertisement

દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટો ઝટકો લાગ્યો છે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીને 5 વર્ષ માટે પ્રતિબંધિત કર્યો છે. અનિલ અંબાણી સહિત 24 વધુ એકમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સેબીએ આ તમામને સિક્યોરિટી માર્કેટમાંથી પ્રતિબંધિત કરી દીધા છે. પ્રતિબંધની સાથે સેબીએ 25 કરોડ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે. આ પ્રતિબંધ બાદ અનિલ અંબાણી હવે સિક્યોરિટી માર્કેટમાં ભાગ લઈ શકશે નહીં.

માર્કેટ રેગ્યુલેટર સેબીએ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ હોમ ફાઇનાન્સ પર 6 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે અને આ કંપની પર 6 મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Advertisement

ખરેખર, સેબીએ કંપનીમાંથી ફંડ ડાયવર્ઝનના આરોપમાં તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. સેબીએ અનિલ અંબાણીને રૂ. 25 કરોડનો દંડ ફટકાર્યો છે અને તેમને 5 વર્ષ માટે લિસ્ટેડ કંપની અથવા માર્કેટ રેગ્યુલેટર સાથે રજિસ્ટર્ડ કોઈપણ મધ્યસ્થીમાં ડિરેક્ટર અથવા ચાવીરૂપ મેનેજર તરીકે સામેલ થવા પર પ્રતિબંધ મૂક્યો છે.

સેબીના સમાચાર આવતા જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. બપોરે 12 વાગ્યે રિલાયન્સ પાવરના શેરમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. રિલાયન્સ પાવરના શેરમાં છેલ્લા 3 દિવસથી જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સેબીના સમાચાર આવતા જ હોબાળો મચી ગયો.

SEBIના 22 પાનાના અંતિમ આદેશમાં જણાવાયું છે કે અનિલ અંબાણીએ RHFLના મુખ્ય સંચાલકીય કર્મચારીઓની મદદથી, RHFLમાંથી ભંડોળ મેળવવા માટે એક કપટપૂર્ણ યોજના ઘડી હતી, જેને તેમણે તેમની સાથે જોડાયેલી સંસ્થાઓને લોન તરીકે છૂપાવી હતી. જોકે RHFLના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે આવી ધિરાણ પ્રથાઓને રોકવા માટે કડક સૂચનાઓ જારી કરી હતી અને કોર્પોરેટ લોનની નિયમિત તપાસ કરી હતી, કંપનીના મેનેજમેન્ટે આ આદેશોની અવગણના કરી હતી. આ દર્શાવે છે કે અનિલ અંબાણીના પ્રભાવ હેઠળ કેટલાક મુખ્ય સંચાલકીય કર્મચારીઓ દ્વારા સંચાલિત શાસનમાં નોંધપાત્ર નિષ્ફળતા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement