For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ, ધોનીથી લઇને ઇવાન્કા ટ્રમ્પનો નિહાળો AI લુક

01:01 PM Feb 29, 2024 IST | Bhumika
અનંત રાધિકાનું પ્રી વેડિંગ  ધોનીથી લઇને ઇવાન્કા ટ્રમ્પનો નિહાળો ai લુક

જામનગરમાં 1લીથી 3જી માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેલિબ્રેશન છે. દુનિયાની દરેક મોટી હસ્તી તેમાં ભાગ લઈ રહી છે. એઆઇની મદદથી, અમે એક અનુમાન કરવાનો પ્રયાસ કર્યો છે કે બિઝનેસ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને એન્ટરટેઈનમેન્ટની દુનિયાના જાણીતા નામો જ્યારે ભારતીય કપડાં પહેરીને જશ્નમાં સામેલ થશે ત્યારે નજારો કેવો હશે .

Advertisement

ક્રિસ્પ વ્હાઇટ બંધ ગળા જેકેટમાં આમિર ખાન: એઆઇને આમિર ખાનને ભારતીય કપડામાં બતાવવા માટે પ્રોમ્પ્ટ આપ્યો, ત્યારે તેણે તેને આ ગોલ્ડન વર્ક વાળું બંધ ગળા જેકેટ અને પાયજામામાં બતાવ્યો.

Advertisement

રોયલ ટચ સાથે અભિ-એશનો ઇન્ડિયન લુક : જ્યારે એઆઇને પરંપરાગત પરિધાનમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીર તૈયાર કરી જેમાં આ કપલ એકદમ રોયલ લાગતું હતું. વ્હાઇટ બેઝ અને ગોલ્ડન એમ્બ્રોઇડરીવાળા કપડામાં આ ઇમેજ એકદમ કમાલ લાગી રહી છે.

અમિતાભનો બ્લુ શેરવાની લુક : એઆઈએ બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને બ્લૂ શેરવાનીમાં કંઇક આવા બતાવ્યા.

ભૂટાનના રાજા અને તેમની પત્નીનો દેશી લુક: જ્યારે એઆઇને ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક અને તેમની પત્નીની તસવીર બનાવવા માટે પ્રોમ્પ્ટ આપવામાં આવ્યો, ત્યારે તેણે તેમને રેડ એન્ડ ગોલ્ડન ટોનના કપડાં પહેરાવ્યા. આ ઉપરાંત, લુકમાં પાઘડી, માંગ ટીક્કા અને અન્ય પરંપરાગત ઘરેણાં જોવા મળ્યાં.

બિલ ગેટ્સ પણ દેશી કપડામાં જુઓ: તમે બિલ ગેટ્સને ઇન્ડિયન લુકમાં ભાગ્યે જ જોયા હશે. પરંતુ એઆઇએ પણ લાલ શેરવાની અને લેયર્ડ નેકપીસ પહેરાવીને તેને સંપૂર્ણપણે દેશી લુકમાં તૈયાર કર્યા હતા.

ધોનીનો એકદમ હેન્ડસમ લુક: એઆઇએ બ્લૂ જેકેટ સેટમાં મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર બનાવી. આમાં પણ ક્રિકેટર હંમેશાની જેમ હેન્ડસમ દેખાતો હતો.

ઇવાન્કા ટ્રમ્પનો લહેંગા-ચોલી લુક: જ્યારે એઆઇને ઈવાન્કા ટ્રમ્પની તસવીર તૈયાર કરી ત્યારે તેણે આ સુંદર બ્લુ કલરના લહેંગા-ચોલીના સેટમાં તૈયાર કરીને બતાવી.

ક્લોસ શેરવાની અને ફૂલોના હારમાં જોવા મળ્યા: જ્યારે એઆઇએ ક્લાઉસની તસવીરમાં તેને માત્ર બ્લૂ શેરવાની, પરંપરાગત ટોપી અને હાર જ નથી પહેરાવ્યો, પરંતુ લુકમાં ફૂલોની માળા પણ ઉમેરી.

માધુરીનો ધક-ધક ગર્લ લુક: માધુરી દીક્ષિતના એઆઇએ પ્લીટેડ લહેંગા સેટ અને ચોકર નેકપીસ સેટમાં એટલું સુંદર ચિત્ર બનાવ્યું કે તેનું ધક ધક ગર્લનું હુલામણું નામ જસ્ટિફાય થઇ ગયું હતું.

ઝકરબર્ગનો પેસ્ટલ કલરનો ઇન્ડિયન અટાયર: માર્ક ઝકરબર્ગ સામાન્ય રીતે કેઝ્યુઅલ લુકમાં જોવા મળે છે. તેવામાં, જ્યારે એઆઇ દ્વારા તેને ઇન્ડિયન અટાયર પહેરાવવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેણે ફેસબુકના હેડને આ રીતે પેસ્ટલ કપડાંમાં કંઇક આ રીતે તૈયાર કરીને બતાવ્યાં.

ડિઝાઈનર શેરવાનીમાં થલાઈવા: રજનીકાંતની ઇમેજ બનાવતી વખતે, એઆઇએ તેમને વ્હાઇટ કલરની ગોલ્ડન એમ્બ્રોઇડરી વાળી શેરવાની અને કુર્તા પહેરાવ્યા. આ સાથે તેના શેડ્સ પણ લુકમાં એડેડ જોવા મળ્યા હતા.

રીહાન્ના પણ દેશી અવતારમાં: હોલિવૂડની પોપ સ્ટાર જો અંબાણીના ફંક્શનમાં ભારતીય લહેંગા પહેરીને હાજરી આપે તો તે કેવી દેખાશે? તમે એઆઇના આ પિકમાં આ જોઈ શકો છો.

માઇક્રો એમ્બ્રોઇડરીવાળી શેરવાનીમાં રોહિત શર્મા: જો રોહિત શર્મા સંપૂર્ણપણે દેશી લુકમાં ગેસ્ટ તરીકે આવે તો? આ કલ્પના પર કામ કરીને એઆઇએ શેરવાનીમાં તેની આ તસવીર તૈયાર કરી છે.

સચિનની એઆઇએ આ તસવીર બનાવી જેમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને વ્હાઇટ શેરવાની લુકમાં તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઇમેજ ખૂબ જ રિયલ દેખાઈ રહી છે.

એઆઇએ સલમાન ખાનને કંઈક આ રીતે બતાવ્યો: પરંપરાગત કપડાંની વાત કરવામાં આવે તો સલમાન ખાન સામાન્ય રીતે કુર્તા-પાયજામામાં જોવા મળે છે. પરંતુ જ્યારે એઆઇએ તેની તસવીર તૈયાર કરી ત્યારે તેણે તેને આ સુંદર શેરવાનીમાં બતાવ્યો.

એઆઇએ કિંગ ખાનને ફિરોઝી કપડાં પહેરાવ્યાં: એઆઇએ બોલિવૂડના કિંગ ખાન શાહરૂૂખને લગ્ન સમારોહ માટે આ પરંપરાગત ફિરોઝી કપડાં પહેરેલો બતાવ્યો. જયારે સુંદર પિચાઈ મોટાભાગે ફોર્મલ વેરમાં જોવા મળે છે, પરંતુ જ્યારે એઆઇએ તેની તસવીર ભારતીય કપડાં પહેરાવી દીધાં ત્યારે તે કંઇક આવો દેખાતો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement