For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અનંત અને રાધિકા લગ્નના તાંતણે બંધાયા, વિશ્ર્વભરના મહાનુભાવો બન્યા સાક્ષી

11:02 AM Jul 13, 2024 IST | admin
અનંત અને રાધિકા લગ્નના તાંતણે બંધાયા  વિશ્ર્વભરના મહાનુભાવો બન્યા સાક્ષી
Advertisement

દેશના ટોચના જનાધ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો લગ્નોત્સવ ગત રાત્રે દેશ-વિદેશના અનેક મહાનુભાવોની હાજરીમાં સંપન્ન થયો હતો. કાશીની થીમ ઉપર ઊભા કરવામાં આવેલા લગ્ન સેટમાં લગ્નવિધિ સંપન્ન થઈ હતી અને સાથે જ મિસ રાધિકા મર્ચન્ટ મીસીસ અનંત અંબાણી બની ગઈ છે. આ લગ્નમાં બોલિવૂડથી લઈ હોલિવૂડ સુધીના સ્ટાર્સ ઉપરાંત રાજકીય, રમત-ગમત ક્ષેત્ર અને બિઝનેસ ક્ષેત્રની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. લગભગ છેલ્લા બે માસથી ચાલી રહેલ આ લગ્ન સમારંભ હવે પૂર્ણતા તરફ પહોંચ્યો છે. આજે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી પણ ઉપસ્થિત રહે તેવી શકયતા છે.

ત્યારે આવતીકાલે આ લગ્ન સમારંભનો અંતિમ કાર્યક્રમ યોજાનાર છે. આ લગ્નને દેશના સૌથી ખર્ચાળ લગ્ન માનવામાં આવી રહ્યાં છે. અત્યાર સુધીમાં દેશના કોઈપણ ક્ષેત્રનાં મહાનુભાવોના સંતાનોના લગ્નોમાં આટલો મોટો ખર્ચ થયો નથી. આ લગ્નોત્સવ પાછળ અંદાજે રૂા. પાંચ હજાર કરોડનો ખર્ચ થયાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement