રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સરફરાઝ ખાનના પિતાને થાર ગિફ્ટ કરી આનંદ મહિન્દ્રાએ વચન પુરું કર્યુ

01:11 PM Mar 23, 2024 IST | Bhumika
Advertisement

આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન પૂરું કર્યું છે. તેણે ભારતીય ટીમના ખેલાડીના પિતાને કાર ગીફ્ટ કરી છે, જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં ભારતીય ટીમના બેટ્સમેન, તેમના પિતા અને ભાઈઓ સાથે જોવા મળી રહ્યા છે.

Advertisement

સરફરાઝ ખાને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ડેબ્યૂ કર્યું હતું. રાજકોટ ટેસ્ટમાં તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી. યુવા બેટ્સમેને પોતાના પ્રદર્શનથી બધાના દિલ જીતી લીધા હતા. આ જ કારણ છે કે મહિન્દ્રા ગ્રુપના માલિક આનંદ મહિન્દ્રાએ 26 વર્ષના બેટ્સમેનને એક ખાસ ભેટ આપી છે.સરફરાઝે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 62 રન બનાવ્યા હતા. તેણે ડેબ્યૂ ટેસ્ટમાં જ જોરદાર અડધી સદી ફટકારી હતી. તેમના મજબૂત પ્રદર્શનથી પ્રભાવિત થઈને, આનંદ મહિન્દ્રાએ તેમના પિતા નૌશાદ ખાનને અભિનંદન આપ્યા હતા અને તેમને થાર કાર ભેટ આપવાનું વચન આપ્યું હતું. હવે આનંદ મહિન્દ્રાએ પોતાનું વચન પૂરું કર્યું છે. તેણે સરફરાઝ ખાનના પિતાને કાર ગીફ્ટ કરી છે, જેની તસવીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાં ભારતીય ટીમના બેટ્સમેન સરફરાજ ખાન, તેમના પિતા અને ભાઈઓ સાથે જોવા મળી રહ્યા છે. નવી કાર આવતા જ દરેકના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. સરફરાઝ ખાનનું બેટ ઈંગ્લેન્ડ સામે જોરદાર ગર્જના કરતું હતું. તેણે ત્રણેય ઇનિંગ્સમાં અડધી સદી ફટકારી હતી અને શ્રેણીમાં ભારતની 4-1થી જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Tags :
cricketindiaindia newsSarfaraz KhanSportssports news
Advertisement
Next Article
Advertisement