ભાવિ ખેલાડીઓ માટે દેશની પ્રખ્યાત ફૂટબોલ ક્લબમાં પ્રવેશવાની તક
ભારત અને યુએઇના 10,000થી વધુ ઊભરતા ફૂટબોલરોમાંથી પસંદગી પ્રક્રિયા
ઈન્ડિયા ખેલો ફૂટબોલ (આઇકેએફ) ની ત્રીજી આવૃત્તિને શાનદાર સફળતા મળી છે. કુલ 150 પ્રતિભાશાળી ફૂટબોલરોની પસંદગી કરવામાં આવી હતી, જેમણે ગ્રાન્ડ ફિનાલેમાં ભાગ લીધો હતો. 4 ફેબ્રુઆરીએ અમદાવાદના એકેએ એરેના ખાતે ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉભરતી પ્રતિભા માટેના આ પ્લેટફોર્મે અશક્યને શક્ય બનાવ્યું છે. આઠ મહિના કરતાં વધુ સમયથી પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. ટ્રાયલમાં ભારત અને સંયુક્ત આરબ અમીરાતના 10,000થી વધુ ઉભરતા ફૂટબોલરોએ ભાગ લીધો હતો.
ભારત અને સંયુક્ત આરબ અમીરાતના કુલ 50 ગામો અને શહેરોમાં આ ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું. 2006 થી 2011 ની વચ્ચે જન્મેલા યુવકો અને 2007 થી 2011 ની વચ્ચે જન્મેલ યુવક યુવતીઓએ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો. ફાઇનલિસ્ટને પાંચ અલગ-અલગ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અંતિમ ક્વોલિફાઇંગ રાઉન્ડને પાંચ ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યો છે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ.
20 થી વધુ ફૂટબોલ ક્લબ અને એકેડેમી ઉભરતી પ્રતિભાઓને શોધવા માટે એક છત્ર હેઠળ આવી છે. ઉભરતા ફૂટબોલરો માટે તેમની પ્રતિભા દર્શાવવા માટે તે એક ઉત્તમ પ્લેટફોર્મ છે. અહીંથી, ઉભરતા ફૂટબોલરોને ઈન્ડિયન સુપર લીગ (આઈએસએલ) અથવા આઈ-લીગ જેવી પ્રીમિયર ફૂટબોલ ટુર્નામેન્ટમાં રમી રહેલી ક્લબમાં સીધા જ જોડાવવાની તક મળે છે. આ પહેલને સફળ બનાવવા માટે, ખાસ સ્કાઉટિંગ નેટવર્ક ભારત અને યુઇએ ના 50 થી વધુ શહેરો અને ગામડાઓમાં ફેલાયેલું છે. જેના દ્વારા ઉભરતી પ્રતિભાઓ સાથે મોટી ક્લબ અને એકેડેમી વચ્ચે સેતુ બનાવવામાં આવે છે.
ઈન્ડિયા ખેલો ફૂટબોલની ત્રીજી આવૃત્તિની ફાઈનલ 4 ફેબ્રુઆરીએ યોજાઈ હતી. વિવિધ ક્લબ અને એકેડેમીના પ્રતિનિધિઓ ત્યાં હાજર હતા. હવે સંબંધિત ક્લબો અને એકેડમીઓ તેમના પસંદ કરેલા નામ ‘ઇન્ડિયા ખેલો ફૂટબોલ’ને સબમિટ કરશે. તમામ ક્લબોમાંથી શોર્ટલિસ્ટ કરાયેલા નામો મળ્યા બાદ, આઇકેએફ દ્વારા સંબંધિત ઊભરતાં ફૂટબોલરોનો સંપર્ક કરીને આગળનાં પગલાં લેવામાં આવશે.