રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં ભાજપનું પણ કનેક્શન

01:01 PM Mar 27, 2024 IST | Bhumika
Advertisement

સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ચૂંટણી પંચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ આપેલી માહિતી સાર્વજનીક કરી જેનું વિશ્ર્લેષણ બતાવે છે કે રાજય અથવા કેન્દ્રના સતાધારી પક્ષને ખુશ રાખવા અથવા કોન્ટ્રેકટ મેળવવા કે અપરાધિક મામલામાંથી મુક્તિની આશાએ બોન્ડ દ્વારા આવા દાન અપાયા છે. સુપ્રીમ કોર્ટે બોન્ડને હવે પછી ગેરકાયદે ઠરાવ્યા છે. પણ જે વેચાયા અને રાજકીય પક્ષોએ એ રોકડા કર્યા એ ભલે કાયદેસરનું દાન હોય, પણ એમાં નૈતિકતા કયાંય દેખાતી નથી. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના પક્ષના કેટલાય નેતાઓની શરાબ નીતિ પ્રકરણમાં રોકડા નાણા લેવાના આરોપસર ધરપકડ કરાઇ છે પણ આજ પ્રકરણનું બીજું પગલું ધ્યાનમાં લેવા જેવું છે.

Advertisement

વાસ્તવમાં અરવિંદ કેજરીવાલની જે લિકર કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે તેની સાથેનું ભાજપનું કનેક્શન હવે સામે આવ્યું છે. ઈલેક્ટોરલ બોન્ડની વિગતો જાહેર થતાં આ કનેક્શનનો પર્દાફાશ થયો છે. ભાજપને ડોનેશન આપનારી હૈદરાબાદની અરવિંદો ફાર્મા કંપનીની નવી વાત સામે આવી છે. અરવિંદો ફાર્માના ડિરેક્ટર પી. શરથ ચંદ્ર રેડ્ડીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા દિલ્હી લિકર કાંડમાં ધરપકડ કરવામાં આવ્યાના પાંચ દિવસ બાદ આ ફાર્મા કંપનીએ ભાજપને ડોનેશન આપ્યું હતું. હૈદરાબાદ-સ્થિત બિઝનેસમેન પી. શરથ ચંદ્ર રેડ્ડી અરવિંદો ફાર્માના એક ડિરેક્ટર છે. તેમની 10 નવેમ્બર-2022ના રોજ દિલ્હી લિકર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીઓ દ્વારા કવિતા અને શરથ પર દક્ષિણ ભારતની કાર્ટલનો હિસ્સો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમની ધરપકડના બરાબર પાંચ દિવસ બાદ એટલે કે 15 નવેમ્બરે અરવિંદો ફાર્માએ પાંચ કરોડના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા હતા અને આ બધા જ બોન્ડ ભાજપને આપી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ બોન્ડની 21 નવેમ્બર-2022ના રોજ રોકડી પણ કરી લેવામાં આવી હતી. ઈડી દ્વારા પોતાના કેસમાં શરથ પર દિલ્હીની લિકર લાઈસન્સિંગ પ્રોસેસમાં મળેલી લાંચની રકમ મની લોન્ડરિંગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. શરથ અને કવિતા તેલુગુભાષી રાજ્યોના એ લોકો છે જેઓને આપના સ્થાનિક નેતા વિજય નાયર દ્વારા રૂૂ. 100 કરોડ લાંચ પેટે આપવામાં આવ્યા હતા. આ રકમ દિલ્હીના લિકર વ્યવસાય પર કબજો મેળવવાના હેતુથી આપવામાં આવી હતી. 2022માં ગોવાની વિધાનસભા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટી (આપ) દ્વારા આ રકમનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ઇડીએ આરોપ મુકયો છે ત્યારે આજ પ્રકરણમાં તેમની સંડોવણી ઘણું સુચવે છે.

Tags :
delhiDelhi Liquor Policy Scamdelhi newsindiaindia news
Advertisement
Next Article
Advertisement