રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

31 માર્ચે રવિવાર હોવા છતાં તમામ બેંકો ખુલ્લી રહેશે

11:47 AM Mar 21, 2024 IST | Bhumika
Advertisement

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક મોટો નિર્ણય લીધો છે. રવિવારે (31 માર્ચ) પણ બેંક ઓપન રાખવાનો નિર્ણય લેવાયો છે. આરબીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એક્સ પર એક ટ્વિટ દ્વારા આ નિર્ણયની માહિતી આપી છે. આરબીઆઈએ કહ્યું કે, 31 માર્ચ, 2024ના રોજ રવિવાર હોવા છતાં તમામ બેંકો ખુલ્લી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24નો છેલ્લો દિવસ હોવાને લઈને આ નિર્ણય લેવાયો છે.

Advertisement

આરબીઆઈએ કહ્યું કે, 31 માર્ચે નાણાકીય વર્ષની એન્યુઅલ ક્લોઝિંગ છે. એટલા માટે તમામ બેંક ખુલ્લી રહેશે. તમામ બેંકોને મોકલાયેલા નિર્દેશમાં કહેવાયું છે કે, નાણાકીય વર્ષ એક પૂર્ણ થવા સુધીના ટ્રાન્જેક્શન તે વર્ષે દાખલ થવા જોઈએ, એટલા માટે તમામ બેંકોને કામ કરવા માટે કહેવાયું છે. તમામ બેંક 31 માર્ચ, રવિવારે પોતાના નિયમિત સમયથી ખુલશે અને બંધ થશે. શનિવારે પણ તમામ બેંક ખુલ્લી રહેશે. જોકે, સ્ટોક માર્કેટ બંધ રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પોતાની તમામ ઓફિસ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો હતો. વિભાગે ગુડ ફ્રાઈડેની રજા સહિત તમામ શનિવાર અને રવિવારની રજા પણ કેન્સલ કરી દીધી હતી. ગુડ ફ્રાઈડે 29 માર્ચે છે. 30 માર્ચે શનિવાર અને 31 માર્ચે ફરી રવિવાર છે. એટલા માટે 3 દિવસની લાંબી રજા પડી રહી હતી. તેનાથી નાણાકીય વર્ષના અંતમાં વિભાગના અનેક કામ અટકતા હતા. 31 માર્ચે નાણાકીય વર્ષ 2023-24 પૂર્ણ થવાનું છે. તેના કારણે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, દેશભરની ઈન્કમ ટેક્સ ઓફિસ 29, 30 અને 31 માર્ચે ખુલ્લી રહેશે.

Tags :
bankindiaindia newsReserve Bank of India
Advertisement
Next Article
Advertisement