અક્ષય, માધુરી, કંગના, જયાપ્રદા ઝંપલાવશે ચૂંટણીમાં
- કઠણ બેઠકો જીતવા ભાજપ ફિલ્મ સ્ટાર્સ ઉપર લગાવશે દાવ, ક્રિકેટર યુવરાજ ઉપર પણ નજર
લોકસભા ચૂંટણી પહેલા એક મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ) આગામી લોકસભા ચૂંટણીમાં ઘણી હસ્તીઓને મેદાનમાં ઉતારી શકે છે. જ્યારે અભિનેતા અક્ષય કુમારને ચંદીગઢ અથવા દિલ્હીની કોઈપણ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી શકે છે. પૂર્વ ક્રિકેટર યુવરાજસિંહનું નામ પણ ગુરદાસપુર માટે ચર્ચામાં હતું પણ તેણે આવી વાતનું ખંડન કર્યુ છે.
બીજી તરફ માહિતી પ્રાપ્ત થઈ છે કે ભાજપ પૂર્વ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી જયા પ્રદાને દક્ષિણ ભારતની કોઈપણ બેઠક પરથી ચૂંટણી લડાવી શકે છે. એવી જ રીતે અભિનેત્રી કંગના રનૌતનું નામ હિમાચલની મત્રી માટે અને માધુરી દિક્ષિતનું નામ મુંબઈની કોઈ એક બેઠક માટે ચર્ચામાં છે. ઉપરાંત પ્રાદેશીક ફિલ્મોના કેટલાક નામોને મંજુરી મળી શકે છે. આમા કેટલાક વર્તમાન સાંસદ છે.
ગુરુવારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે ભાજપ આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. આ યાદીમાં એવા ઉમેદવારોના નામ હશે જેમની સ્થિતિ મજબૂત છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નામ સામેલ છે. હવે સૂત્રો દ્વારા એવી માહિતી મળી રહી છે કે ભાજપ અનેક ફિલ્મી હસ્તીઓને ટિકિટ આપીને ચૂંટણી ફૂટેજ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, આ એ જ બેઠકો છે જ્યાં ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
બીજી તરફ સૂત્રો દ્વારા એવી માહિતી પ્રાપ્ત થઈ છે કે ભાજપ આગામી બે દિવસમાં બિહાર, પંજાબ અને આંધ્રપ્રદેશમાં ગઠબંધનનું ગણિત ઉકેલી લેશે અને પ્રાદેશિક પક્ષો સાથે વાતચીત કર્યા પછી, ઉમેદવારોના નામ પર વહેલી તકે ચર્ચા કરવામાં આવશે. . પંજાબમાં અકાલી દળ, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને બિહારમાં જેડીયુ, એલજેપી, જીતન રામ માંઝીની હમ અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી સાથે સમજૂતી કરવી પડશે. માનવામાં આવે છે કે 3 માર્ચની સાંજ સુધીમાં ભાજપ કોને ક્યાંથી મેદાનમાં ઉતારશે તે અંગે ચિત્ર સ્પષ્ટ થઈ જશે.